3 વર્ષમાં 100 ઘરોમાં લાગી ભેદી આગ, કારણ જાણી ચોકી ઉઠી પોલીસ
દક્ષિણ કોરિયામાં છેલ્લા 3 વર્ષમાં રહસ્યમય રીતે ઘરમાં આગ લાગવાની ઘટનાઓ બની છે, જ્યારે પોલીસે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી તો તે આગનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
સિઓલ : દક્ષિણ કોરિયામાં છેલ્લા 3 વર્ષમાં રહસ્યમય રીતે ઘરમાં આગ લાગવાની ઘટનાઓ બની છે, જ્યારે પોલીસે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી તો તે આગનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

ઘરોમાં પાળવામાં આવી રહી હતી બિલાડી
પોલીસના જણાવ્યા અનુસાર, ઘરોમાં આગ લગાડવા માટે અન્ય કોઈ નહીં, પરંતુ બિલાડીઓ જવાબદાર હતી. એસોસિએટ વેબસાઈટ WION ના રિપોર્ટ અનુસાર જેઘરોમાં આગ લાગી હતી, બિલાડીઓ પાળવામાં આવી રહી હતી અથવા તે ઘરોમાં બિલાડીઓ આવતી જતી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે, બિલાડીઓએ ઘરમાંસળગતી મીણબત્તીઓ છોડી દીધી હતી, જેનાથી આસપાસના કપડાં અને કાગળમાં આગ લાગી હતી.
એવું પણ જાણવા મળ્યું હતું કે, બિલાડીઓએ રમતિયાળ રીતે રસોડામાં ગેસના સ્ટવ પાસે કેટલાક કાગળ અથવા કપડા મૂક્યા હતા, જેના કારણે ઘરમાં આગ લાગી હતી.
ઈલેક્ટ્રીક વાયર ખેંચવાથી થતા સ્પાર્કીંગના કારણે ઘરના અન્ય ભાગોમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હતા.

એક વર્ષમાં આગની 107 ઘટનાઓ
સીએનએનના એક લેખ અનુસાર સિઓલ ફાયર વિભાગે ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી 2019 અને નવેમ્બર 2021 વચ્ચે દેશમાં રહસ્યમય આગની107 ઘટનાઓ બની હતી.
આ બધી ઘટનાઓ બિલાડીઓના કારણે બની છે. વિભાગના જણાવ્યા અનુસાર, કોઈપણ ઉપકરણ, પછી ભલે તે ઈલેક્ટ્રિક હોય કે એલપીજી, જોતે વધુ સમય સુધી ચાલુ રાખવામાં આવે તો તે વધુ ગરમ થઈ શકે છે અને આગ પકડી શકે છે.
રિપોર્ટ અનુસાર આ 107માંથી અડધાથી વધુ ઘટનાઓ ત્યારે બની જ્યારે મકાનમાલિક ઘરથી દૂર હતો. બિલાડીઓને કારણે આ આગમાં 4 લોકો ઘાયલ પણ થયા છે.
વિભાગના અધિકારી ચુંગ ગ્યો-ચુલનું કહેવું છે કે, દેશમાં બિલાડીઓને કારણે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમે બિલાડીના માલિકોને ઘરની બહાર જતીવખતે સાવચેત રહેવા અને બિલાડીઓને એકલી ન છોડવા માટે કહીએ છીએ. આમ કરવામાં નિષ્ફળતા ઘરની આગ અથવા નુકસાનની ઘટનાઓમાં પરિણમી શકે છે.

સરકારે લોકોને આપી આ સલાહ
જે દરમિયાન દક્ષિણ કોરિયાની સરકારે લોકોને સલાહ આપી છે કે, જ્યારે પણ બિલાડી પાળનારા લોકો ઘરની બહાર જાય ત્યારે ગેસના સ્ટવના સ્ટવના નૉબ્સ પર કવરલગાવો અથવા સ્ટવના નૉબને જ બહાર કાઢો.

અમેરિકામાં વધી રહી છે ઘટનાઓ
રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લગભગ 1,000 ઘરોમાં આગ લાગવા માટે પાલતુ પ્રાણી જવાબદાર છે. જેનું કારણ એ છે કે, બિલાડીઓ કુતૂહલથી સળગતીમીણબત્તીઓ નીચે પાડે છે.
આ સાથે ઈલેક્ટ્રીક વાયરો ચાવી જવાથી શોર્ટ સર્કિટ અને મકાનોમાં આગ લાગી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
