12 બાળકોની માતાને 10 બાળકોના પિતા સાથે કરવા છે ત્રીજા લગ્ન, જાણો કેમ?
હાલના સમયમાં મોંઘવારી વધી રહી છે ત્યારે લોકો ઓછા બાળકો પેદા કરી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે યુનાઇટેડ કિંગડમમાં એક એવી મહિલા છે જેને 12 બાળકો છે અને વધુ બાળકો માટે 10 બાળકોના પિતા સાથે ત્રીજા લગ્ન કરવા છે.
યુનાઇટેડ કિંગડમની આ મહિલા આ દિવસોમાં ચર્ચામાં છે. આ 12 બાળકોની માતા પોતાના ત્રીજા લગ્ન માટે પતિ શોધી રહી છે. ત્રીજા લગ્ન માટે તેની કન્ડિશન આશ્ચર્યજનક છે.

આ મહિલાનું કહેવું છે કે તે ત્રીજી વખત તેની સાથે લગ્ન કરશે જે પહેલાથી જ ઓછામાં ઓછા 10 બાળકોનો પિતા હોય. મહિલાનું કહેવું છે કે તે રેડફોર્ડ પરિવારનો રેકોર્ડ તોડવા માંગે છે. તે પરિવારની મહિલાએ 22 બાળકોને જન્મ આપ્યો હતો. મહિલાનું કહેવું છે કે તે 2 વર્ષથી સિંગલ છે અને તેના ત્રીજા પતિની રાહ જોઈ રહી છે.
વેરોનિકા નામની 37 વર્ષીય મહિલા 12 બાળકોની માતા છે. તે તેના બધા બાળકોને જાતે જ ઉછેરે છે. તે તેના બીજા પતિથી અલગ થઈ ગઈ છે અને હવે તે ત્રીજી વખત લગ્ન કરવા માંગે છે.
વેરોનિકા કહે છે કે તે ત્રીજી વખત તે જ પુરુષ સાથે લગ્ન કરશે જે 10 બાળકોનો પિતા હોય. તે ઈચ્છે છે કે તે વધુ બાળકોની માતા બનવા માંગે છે અને તેનું લક્ષ્ય રેડફોર્ડ પરિવારની મહિલાઓના 22 બાળકો હોવાનો રેકોર્ડ તોડવાનું છે.
વેરોનિકાએ 2021માં તેના બીજા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારથી તે એકલી છે. છૂટાછેડાના થોડા દિવસો પછી તેણીએ તેના ત્રીજા પતિની શોધ શરૂ છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યુ નથી.
વેરોનિકા આગળ જણાવે છે કે, 14 વર્ષની ઉંમરમાં પહેલીવાર માતા બની હતી અને ત્યારથી તેણે 12 બાળકોને જન્મ આપ્યો છે. તેમના બાળકોના નામ વિક્ટોરિયા, એન્ડ્રુ, એડમ, મારા, ડેશ, ડાર્લા, માર્વેલસ, માર્થાલ્યા, એમેલિયા, ડેલીલાહ, ડોનોવન અને મોડી છે.
વેરોનિકાએ કહ્યું કે, મારે મોટો પરિવાર જોઈએ છે. હવે હું વધુ બાળકોને જન્મ આપવા માંગુ છું. હું ઘણા બાળકો વિશે વિચારીને ઉત્સાહિત થઈ જાઉં છું. હું મારા ત્રીજા પતિની શોધમાં છું પણ તે 10 બાળકોનો પિતા હોવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
