વરમાળા વરરાજાના હાથમાં જ રહી ગઇ, પ્રેમીએ ભરી દુલ્હનની માંગ
એક વરરાજા જયમલ સ્ટેજ પર દુલ્હનને માળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે દુલ્હનનો પ્રેમી ત્યાં પહોંચી ગયો હતો. પ્રેમીએ દુલ્હનની માંગમાં સિંદૂર ભર્યું.
ગોરખપુર : લગ્નની ધૂમધામ વચ્ચે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. વાસ્તવમાં અહીં એક વરરાજા જયમલ સ્ટેજ પર દુલ્હનને માળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે દુલ્હનનો પ્રેમી ત્યાં પહોંચી ગયો હતો. પ્રેમીએ દુલ્હનની માંગમાં સિંદૂર ભર્યું હતું.
અચાનક બનેલી આ ઘટનાથી લગ્ન પ્રસંગમાં હોબાળો મચી ગયો હતો અને કન્યાના પરિવારજનોએ પોલીસને બોલાવી હતી. પોલીસને પોતાની સામે જોઈને પ્રેમીના માથેથી પ્રેમનું ભૂત ઉતરી ગયું હતું અને પોતાના ઘરની વાટ પકડી લીધી હતી.

પ્રેમીએ દુલ્હનની માંગમાં સિંદૂર ભર્યું
આ ઘટના ગોરખપુર જિલ્લાના હરપુર બુધત પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. બુધવારના રોજ અહીં વરઘોડો નીકળ્યો હતો, લગ્નની વિધિઓ ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, વરરાજા જયમલ સ્ટેજ પર દુલ્હનને માળા પહેરાવવા જઈ રહ્યો હતો કે, તે પહેલા જ ત્યાં પ્રેમી પહોંચી ગયો અને દુલ્હનની માંગમાં સિંદૂર ભરી દીધું.
અચાનક બનેલી આ ઘટનાથી લગ્ન પ્રસંગમાં હોબાળો મચી ગયો હતો અને કન્યાના પરિવારજનોએ પોલીસને બોલાવી હતી. જો કે, વડીલોની મદદથી મામલો થાળેપડ્યો હતો.
આ વિવાદનું સમાધાન થયા બાદ સવારે દુલ્હનની વિદાઇ કરવામાં આવી અને વરરાજા પોતની સાથે ઘરે લઈ ગયો હતો.

બંને વચ્ચે ચાલી રહ્યું હતું અફેર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરપુર બુધાત વિસ્તારના એક ગામમાં રહેતા યુવક અને તે જ ગામની એક યુવતી વચ્ચે ઘણા સમયથી અફેર ચાલતું હતું. થોડા દિવસપહેલા છોકરો (બોયફ્રેન્ડ) ગામની બહાર કમાવા માટે ગયો હતો. જે દરમિયાન યુવતીના પરિવારજનોએ તેના લગ્ન નક્કી કર્યા હતા.
છોકરાઓને લગ્ન નક્કી થયાની જાણથતાં તે બે દિવસ પહેલા ગામમાં આવ્યો હતો. 1 ડિસેમ્બરના રોજ યુવતીના લગ્ન થવાના હતા અને જાન પણ આવી ગઇ હતી.

બંને સ્ટેજ પર જ ગળામાં વીંટળાયેલા ગયા
લગ્નના દિવસે જ પ્રેમી યુવતીના ઘરે સજાવેલા ચૌરીના સ્ટેજ પર ચઢી ગયો હતો અને દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને બંનેએ એકબીજાના ગળામાં વીંટાળ્યા હતા.
આજોઈને લોકો દંગ રહી ગયા. યુવતીના પરિવારે 112 નંબર પર ઘટનાની જાણ કરી હતી. આ દરમિયાન વરરાજા અને વરરાજાના પરિવાર વચ્ચે મામલો ગરમાયો તોબીજી તરફ પ્રેમી અને પ્રેમિકા એકબીજા સાથે રહેવાની જીદ કરવા લાગ્યા હતા.

પોલીસને જોઈને ઉતરી ગયું પ્રેમનું ભૂત
જો કે, પોલીસને જોઈને ઘટનાસ્થળે પહોંચેલા પ્રેમીને પ્રેમનું ભૂત ઉતરી ગયું હતું. પોલીસ આવ્યા બાદ તે તેના ઘરે જતો રહ્યો હતો.
જે દરમિયાન યુવતી અને વરપક્ષના લોકોએ મામલો થાળે પાડ્યો હતો અને લગ્ન થયા હતા. સવારે કન્યાને વિદાય કરીને વર પોતાના ઘરે ગયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
