15 વર્ષથી ડેટિંગ શરૂ કર્યુ અને હવે લોકોને રિલેશનશિપ માટે સલાહ આપે છે, મળો 21 વર્ષની રિલેશનશિપ એક્સપર્ટને
ઘણા લોકો પોતાના રિલેશનશિપ પ્રોબ્લેમના સમાધાન માટે રૂપિયા ચુકવીને સલાહ લેતા હોય છે. આજે આપણે આવી જ એક રિલેશનશિપ એક્સપર્ટની વાત કરવાના છીએ. આ યુવતી 15 વર્ષની ઉમરથી ડેટિંગ કરી રહી છે અને હવે લોકોને સલાહ આપે છે.
લોસ એન્જલસની જાણીતી ટિકટોકર જિયા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. તે સંબંધોને લઈને અન્ય લોકોથી અલગ વલણ ધરાવે છે. તેણી માને છે કે સંબંધ ત્યારે જ મજબૂત બનશે જ્યારે તમે તમારા પાર્ટનર પર અમુક નિયંત્રણો મુકો.

21 વર્ષની જિયા કહે છે કે, કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા પહેલા તેની કેટલીક શરતો હોય છે. આ શરતો વિશે તેણી કહે છે કે તેનો પાર્ટનર કોઈપણ ઇન્સ્ટાગ્રામ મોડલને ફોલો ન કરે. તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે ખાનગી ફોટા શેર ન કરવા જોઈએ. એકબીજા સાથે પાસવર્ડ પણ શેર કરો. કોઈપણ સંબંધ ત્યારે જ મજબૂત બને છે જ્યારે પ્રેમી આ બધી બાબતોનો સ્વીકાર કરે.
જિયા આગળ જણાવે છે કે, બંનેએ હંમેશા પોતાના ફોન ચાલુ રાખવા જોઈએ. આ એટલા માટે કે જો કંઈપણ થાય અથવા એકબીજાની જરૂર હોય તો આ સ્થિતિમાં ફોન હંમેશા ચાલુ રહેવો જોઈએ.
જિયા આગળ કહે છે કે, તમારો પાર્ટનર ક્યારે ક્યાં છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. જિયાની આ બધી વાતો સાંભળીને કેટલાક લોકો તેને સતત ટ્રોલ પણ કરી રહ્યા છે અને આ બાબતને ખોટી ગણાવી રહ્યા છે.
ઘણા લોકોએ કહ્યું કે, આનાથી સંબંધ મજબૂત થશે કે કેમ તે ખબર નથી પરંતુ તે ચોક્કસ નબળા પડી જશે. એક યુઝર્સે તો કહ્યું કે, પાર્ટનર પર આટલા બધા નિયંત્રણો લાદવા યોગ્ય નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
