Video Viral: ઑસ્કરના સ્ટેજ પર શું ખરેખર Nude પહોંચ્યા હતા જૉન સીના? બેકસ્ટેજ ફોટાએ ખોલી પોલ
John Cena Nude Viral Video: ઑસ્કાર 2024ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જો કે, આ વર્ષે અવોર્ડ વિજેતાઓ સિવાય, સૌથી વધુ હેડલાઇન્સ બનાવનાર વ્યક્તિ જૉન સીના હતા. દર વર્ષે ઑસ્કરમાં કંઈક એવું થાય છે કે આ સમારોહ હેડલાઈન્સમાં રહે છે.
આવું જ કંઈક આ વર્ષે પણ બન્યું જ્યારે ફ્રીસ્ટાઈલ રેસલર અને હૉલીવુડ સ્ટાર જૉન સીના ઑસ્કાર 2024ના સ્ટેજ પર કપડા વગર અવોર્ડ રજૂ કરવા પહોંચ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ સેલિબ્રિટીઓ દંગ રહી ગયા. પરંતુ હવે આ ઘટના સાથે સંબંધિત વધુ એક બેકસ્ટેજ વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં એક્ટ્ અને રેસલર જૉન સીનાની કપડાં વગર સ્ટેજ પર પહોંચી જવાની સમગ્ર ઘટના સામે આવી છે. વાસ્તવમાં, જ્હોન સીના ધીમે ધીમે ચાલીને અને પોતાના શરીરને એક મોટા પરબિડીયાથી ઢાંકીને ઑસ્કાર 2024ના સ્ટેજ પર પહોંચ્યો હતો. પરંતુ પછી તેને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તે પરબિડીયું ખોલી શક્યો નહીં.

જૉન સીનાએ કહ્યું, 'કૉસ્ચ્યુમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કદાચ સૌથી મહત્વની વસ્તુ. બેસ્ટ કૉસ્ચ્યુમ માટેના નોમિનેશનની જાહેરાત કરવા તે ખરેખર સ્ટેજ પર આવ્યો હતો. તે પછી બેકસ્ટેજ પરથી કેટલાક લોકો સ્ટેજ પર આવે છે અને તેમને કપડાથી ઢાંકી દે છે. જે બાદ તે અવોર્ડ આપે છે.

જૉન સીનાની આ એક્શન પછી દરેક લોકો વિચારી રહ્યા છે કે શું ખરેખર આટલા મોટા સ્ટેજ પર એક્ટર-રેસલરે કંઈ પહેર્યું નથી? ઑસ્કાર સમારોહના સમાપન બાદ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલી આ બેકસ્ટેજ તસવીરોમાંથી એક બતાવે છે કે જોન સીનાએ એક મૉડેસ્ટી પાઉચ પહેર્યું હતું.

જે સામાન્ય રીતે સ્ક્રીન પર અંતરંગ દ્રશ્યો ફિલ્માવવા માટે વપરાય છે. અભિનેતા સ્ટેજ પર આવીને અવોર્ડ રજૂ કરે ત્યાં સુધી તેણે તે પહેર્યું હતું, પરંતુ એવું દર્શાવવામાં આવ્યું હતું કે જાણે અભિનેતાએ કંઈ પહેર્યું ન હતું. આ તસવીરો જોઈને તમને થોડો અંદાજ આવી ગયો હશે કે હૉલિવૂડમાં કેવી રીતે બોલ્ડ સીન્સ શૂટ કરવામાં આવે છે. જો કે, સ્ટેજ પર તેના રોકાણ દરમિયાન તેના આત્મવિશ્વાસ અને કોમિક ટાઈમિંગનો શ્રેય અભિનેતાને જાય છે.
#Oscars2024 John Cena dejó de estar desnudo para vestirse parcialmente y poder entregar el premio a mejor vestuario #BackStage pic.twitter.com/LKzD6ZWVY9
— RememberRadioPost (@awradiosOK) March 11, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
