Operation Vijay Vs Operation Badr : જાણો પાકિસ્તાનને ઘુંટણીયે પાડી દેનારા ભારતીય સેનાના સૌથી મોટા કારનામા વિશે
આવનારા થોડા દિવસોમાં ભારત તેના 76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આ પાવન અવસરે આપણે દેશ માટે બલિદાન આપનારા વીર શહિદોને યાદ કરીએ છીએ. ભારતીય સેનાની વીરતાને કારણે આજે ભારત અખંડ રાષ્ટ્રના રૂપમાં અકબંધ છે.
ભારતને તોડવા માટે ઘણા પ્રયાસ થયા છે. પાડોશી નાપાક પાકિસ્તાને સમયે સમયે છરી ભોંકવાનો પ્રયાસ કર્યો છે પંરતુ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ધુંટણીએ પાડી દીધી છે. આજે આપણે ભારતીય સેનાના આવા જ એક રાગનામાં વિશે વાત કરવાના છીએ.

લદ્દાખની વાદીઓમાં આજે પણ ભારતીય શહિદોની વીરતાની ગવાહી પુરતા કારગિલ યુદ્ધ 23 વર્ષનો સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં ભારતીય સેનાએ વીરતાનું પ્રદર્શન કરતા 18 હજાર ફૂટથી વધુની ઉંચાઈએ બેઠેલા દુશ્મનોને મોતની નીંદ સુવડાવી દીધા હતા.
આ યુદ્ધ જીતવા માટે પાકિસ્તાને ઓપરેશન બદ્ર શરૂ કર્યું પરંતુ ભારતના ઓપરેશન વિજય સામે ફિક્કુ પડ્યુ અને પાકિસ્તાનીઓને ઉભી પુછડીયે ભાગવુ પડ્યુ. આ યુદ્ધમાં પાકિસ્તાને તેના 700 સૈનિકો ગુમાવ્યા અને ક્યારેય ન ભુલાય તેવુ અપમાન મેળવ્યુ.
પાકિસ્તાને મે અને જુલાઈ 1999માં લદ્દાખમાં કારગિલ શિખરો પર કબ્જો કરીને યુદ્ધ દ્વારા કાશ્મીર અને લદ્દાખને જોડતા એકમાત્ર રસ્તા પર કબજો કરવાની મલીન ઈચ્છા રાખતુ હતુ. પાકિસ્તાનનો હેતુ સિયાચીન ગ્લેશિયરમાંથી ભારતીય સેનાને હટાવવાનો હતો. આ માટે જનરલ પરવેઝ મુશર્રફના નેતૃત્વમાં પાકિસ્તાનના લશ્કરી શાસકોએ કાવતરું ઘડ્યું અને ઓપરેશન બદ્ર શરૂ કર્યું અને મુજાહિદ્દીનના વેશમાં લગભગ 5000 સૈનિકોને કારગીલ મોકલ્યા.
આ પાકિસ્તાની સૈનિકો કારગીલના ઊંચા શિખરો પર કબજો કરીને હથિયારો સાથે બેસી ગયા. આ સૈનિકો તેમની સાથે મોટી માત્રામાં હથિયારો સાથે ખાદ્યપદાર્થો પણ લાવ્યા હતા. તે લાંબા યુદ્ધ માટેની તૈયારી કરીને આવ્યા હતા.
ભારતીય સેનાને પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રની જાણ થઈ ત્યારે પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા તેની વિરુદ્ધ ઓપરેશન વિજય શરૂ કર્યુ. ભારત સરકારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે 2 લાખ સૈનિકોને કારગીલ તરફ ખસેડ્યા. આ ઓપરેશન લગભગ 60 દિવસ સુધી ચાલ્યું અને 26 જુલાઈના રોજ સમાપ્ત થયું. આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના 527 જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું.
કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો કે લડી રહેલા કાશ્મીરીઓ આતંકવાદી હતા. જો કે યુદ્ધ દરમિયાન મળેલા દસ્તાવેજો અને પાકિસ્તાની નેતાઓના નિવેદનોએ આ જૂથ પરથી પરદો હટાવી દીધો. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેના સીધી રીતે સામેલ હતી. આ યુદ્ધમાં લગભગ 30,000 ભારતીય સૈનિકો અને લગભગ 5,000 ઘૂસણખોરો સીધા સામસામે આવી ગયા હતા.
ભારતના જબરદસ્ત હુમલા અને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ધીમે ધીમે વધતી જતી એકલતાએ પાકિસ્તાનને કારગીલના ઊંચા શિખરો પરથી પાછળ હટી જવાની ફરજ પાડી. પરમાણુ બોમ્બ બનાવ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ સશસ્ત્ર સંઘર્ષ હતો. જે ભારતે પોતાના નામે કર્યું. આ યુદ્ધમાંથી પ્રેરણા લઈને એલઓસી કારગીલ, લક્ષ્ય અને ધૂપ જેવી ફિલ્મો પણ બની છે.
કારગીલ યુદ્ધનો પુરો ઘટમાક્રમ
3 મે, 1999 - એક ભરવાડે ભારતીય સેનાને કારગીલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી અને કબજા વિશે માહિતી આપી.
5 મે - ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ માહિતી મેળવવા કારગીલ પહોંચી તો પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા અને 5ને મારી નાખ્યા.
9 મે - કારગીલમાં ભારતીય સેનાના હથિયાર પાકિસ્તાનીઓના ગોળીબારને કારણે નાશ પામ્યા.
10 મે - પહેલીવાર પાકિસ્તાની ઘૂસણખોરો લદ્દાખના પ્રવેશ દ્વાર એટલે કે દ્રાસ, કકસર અને મુશ્કોહ સેક્ટરમાં જોવા મળ્યા.
26 મે - ભારતીય વાયુસેનાને કાર્યવાહીનો આદેશ કરાયો.
27 મે - ભારતીય વાયુસેનાએ કાર્યવાહીમાં પાકિસ્તાન સામે મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો.
જુલાઈ 26 - કારગિલ યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થયું. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને સંપૂર્ણ રીતે હાંકી કાઢ્યાની જાહેરાત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
