19 બાળકોની માતા ફરી ગર્ભવતી, દરેકના પિતા છે અલગ-અલગ
Bizarre news: દુનિયામાં એવી ઘણી મહિલાઓ છે, જેઓ માતા બની શકતી નથી. તો ઘણી એવી માતાઓ છે, જેમણે ઘણા બાળકોને જન્મ આપ્યો હોય. આજે આપણે એવી 39 વર્ષીય મહિલા વિશે જાણીશું જેણે 19 બાળકોને જન્મ આપ્યો છે, અને તે વધુ એકવાર પ્રેગનેન્ટ થઇ છે. આવનારુ બાળક તેનું 20મુ બાળક હશે.
સૌથી નવાઈની વાત એ છે કે, આ તમામ બાળકોના પિતા અલગ-અલગ છે અને આ મહિલા તે તમામ 19 બાળકોને એકલા હાથે ઉછેરી રહી છે. આ બધું હોવા છતાં, મહિલાનું કહેવું છે કે, જ્યાં સુધી તેનું શરીર તેને સાથ આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી તે બાળકોને જન્મ આપવાનું ચાલુ રાખશે. તે બાળક પેદા કરવાના કામને ફાયદાકારક માને છે. કારણ કે, આ બાળકોને ઉછેરવા માટેનો ખર્ચ સરકાર તેને ચૂકવે છે.

અજાણ્યા પુરૂષોથી ગર્ભવતી મહિલા - ડેઈલી મેલના અહેવાલ મુજબ, આ મામલો કોલંબિયાનો છે, જ્યાં માર્થા નામની 39 વર્ષની મહિલાને પહેલાથી જ 19 બાળકો છે. તેમાંથી 17 બાળકો હજુ 18 વર્ષથી ઓછી ઉંમરના છે. માર્થા કહે છે કે, બાળકો હોવું એ નફાકારક વ્યવસાય છે. તેણી કહે છે કે, માતા બનવું વ્યવહારીક રીતે એક વ્યવસાય જેવું છે, અને તે બાળકો પેદા કરવાનું ચાલુ રાખશે.
માર્થા કહે છે કે, સરકાર તેને દરેક બાળકના ઉછેર માટે પૈસા આપે છે, અને તેનાથી તે વધુ બાળકો પેદા કરવા પ્રેરાય છે. કોલંબિયાની સરકાર માર્થાને દરેક બાળકના ઉછેરમાં મદદ કરે છે.
માર્થાએ જણાવ્યું હતું કે, તેને સૌથી મોટા બાળક માટે લગભગ 6300 રૂપિયા અને સૌથી નાના માટે લગભગ 2500 રૂપિયા મળે છે. જોકે, ઘણા બાળકો અજાણ્યા લોકોના છે, જેમને માર્થા થોડા સમય માટે મળ્યા હતા.
સરકાર ચૂકવે છે ખર્ચ - માર્થાને કોલંબિયા સરકાર તરફથી દર મહિને 42,000 રૂપિયા મળે છે. સ્થાનિક ચર્ચ અને પડોશીઓ પણ તેને મદદ કરે છે. જોકે, 3BHK ઘરમાં 19 બાળકોને રાખવા ખૂબ મુશ્કેલ છે. ઘણી વખત તે બધા બાળકોને ખવડાવવા માટે પણ સક્ષમ નથી હોતી, તેમ છતાં માર્થા કહે છે કે, જ્યાં સુધી તેને બાળકો હશે ત્યાં સુધી તેને વધુ બાળકો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
