માત્ર ત્રણ નિયમોનું કરો પાલન, 23 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ, આ છોકરાએ કરી બતાવ્યું
Trending News : એક છોકરો જેણે કરોડપતિ બનવા માટે તેના જીવનમાં માત્ર ત્રણ મહત્વપૂર્ણ બાબતોનું પાલન કર્યું છે. તે તેના મિત્રો અને પરિવારથી દૂર થઈ ગયો હતો. માત્ર 23 વર્ષનો આ કરોડપતિ છોકરો હવે બડાઈ મારી રહ્યો છે કે, તેની સફળતા અને સંપત્તિનું રહસ્ય તેના તમામ મિત્રોથી દૂર રહેવું અને તેના પરિવારથી દૂર રહેવું છે.
ઉલ્લેખનીય છે કે, મીડિયા સાથે વાત કરતા PR ફર્મ HighKey એજન્સીના CEO કરોડપતિ લ્યુક લિંટ્ઝે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેના આ નિવેદનો વિશે જાણીને તમે પણ બે ઘડી વિચારવા માટે મજબુર થઇ જશો.

લ્યુક લિન્ટ્ઝે જણાવ્યું હતું કે, હું હાઈસ્કૂલ અને ગ્રેજ્યુએશન બાદ ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો, પરંતુ મિત્રોના જન્મદિવસ, પ્રમોશન અને લગ્નની ઉજવણીના સતત આમંત્રણોએ મને સફળતાથી વિચલિત કરી રહ્યા હતા. કરોડપતિ છોકરાના ઇન્સ્ટાગ્રામ પર પણ 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે ત્યાં પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની તસવીરો શેર કરે છે.
આટલું જ નહીં, લ્યુક રોકાણ અને કમાણી સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે. 23 વર્ષીય કરોડપતિએ જણાવ્યું હતું કે, લોકોના ઘણા મિત્રો હોય છે. મારી પાસે એક પણ નથી. મને આ ઉંમરે કોઈ મિત્ર ન હોવાની ચિંતા નથી.
લ્યુકે દાવો કર્યો કે, તેને સાત વર્ષમાં એક પણ દિવસની રજા મળી નથી. તે તેના બે ભાઈઓ, જોર્ડન અને જેક્સનની નજીક રહે છે, જેમની સાથે તે કંપની ચલાવે છે અને ચેટ કરવા માટે તેની થોડા ફ્રી ટાઇમનો ઉપયોગ કરે છે.
લ્યુક કહે છે કે, કામ કર્યા પછી, મારા દિવસમાં જે પણ સમય બચે છે, હું મારા ભાઈઓ સાથે કામ અને અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે વિશે ચર્ચા કરીએ છીએ. ત્રણેય ભાઈઓ કામ પ્રત્યે એટલા ઝનૂની થઈ ગયા છે કે, હવે તેઓને પારિવારિક બાબતોમાં પણ આમંત્રણ આપવામાં આવતું નથી. લ્યુક લિન્ટ્ઝે તેમની પેઢીની આળસુ હોવા બદલ ટીકા કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
