Handsome Weeping Boys: જાપાનમાં ખુલીને રડવા પર હેંડસમ યુવાન લૂંછે છે આંસુ, આ છે તેમનુ ભાડુ
Handsome Weeping Boys On Rent: જાપાન તેની ઘણી અનોખી વસ્તુઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાપાનીઝ વર્ક કલ્ચર પણ ઘણી વખત ઑફિસમાં વિવિધ નવીન વસ્તુઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં 'Ikemeso Danshi' (ઈકેમેશો દાન્શી)નો વધતો ક્રેઝ જાપાની વર્કપ્લેસમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ઑફિસમાં કામના બોજને કારણે મહિલા સ્ટાફ તણાવમાંથી પસાર ન થાય તે માટે 'ઇકેમેસો ડેંશી' સર્વિસ એટલે કે હેન્ડસમ છોકરાઓની મદદ લેવામાં આવી રહી છે.

વર્કલોડના કારણે સ્ટ્રેસને કારણે રડતી છોકરીઓને શાંત કરવા માટે હેન્ડસમ છોકરાઓને રાખવામાં આવ્યા છે. જે તેમના આંસુ લૂછીને તેમને ચૂપ કરે છે. છોકરીઓએ આ માટે પૈસા પણ ખર્ચવા પડે છે. આ સિવાય મહિલાઓ આને ભાડા પર પણ બોલાવી શકે છે.
મહિલાઓના તણાવને દૂર કરવા માટે છોકરાઓ માત્ર તેમના આંસુ લૂછતા નથી પરંતુ તેમની ચંપી પણ કરે છે. આ છોકરીઓ સાથે થોડો સમય વિતાવવાથી તેઓ એકલતા અને તણાવમાંથી ઘણી હદ સુધી રાહત મેળવી શકે છે.
છોકરીઓના આંસુ લૂછતા અને તેમનું દર્દ વહેંચતા આ પુરુષોને 'હેન્ડસમ વીપિંગ બૉય્ઝ' કહેવામાં આવે છે. એટલે કે આંસુ લૂછતા સુંદર પુરુષો. આ પ્રોફેશનલ વીપિંગ બૉયઝ, જેઓ તણાવગ્રસ્ત લોકોના આંસુ લૂછી નાખે છે, તેમની અપીલ ઉપરાંત મહિલાઓને ભાવનાત્મક ટેકો આપવામાં માહિર હોય છે.
આ સેવા પૂરી પાડનાર બિઝનેસમેન હિરોકી તેરાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ઈકેમેશો દાંશી' સેવા શરૂ કરવા પાછળનું સાચું કારણ એ છે કે લોકો ખુલીને રડી શકે અને પોતાના આંતરિક દુ:ખને બહાર કાઢી શકે. કારણ કે રડવું પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ આંતરિક તણાવ ઘટાડે છે.
આ પ્રકારની સેવા શરૂ કરવી એ એક નવી પહેલ હતી. આ સેવાનો ખ્યાલ રુઇ-કાત્સુ એટલે કે આંસુ શોધવાના સિદ્ધાંત પર આધારિત છે. જેનો ઉદ્દેશ્ય એવા વાતાવરણની સ્થાપના કરવાનો છે કે જ્યાં લોકો પોતાની ભાવનાત્મક અભિવ્યક્તિ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે અને લોકોને સમર્થન મળી શકે.
જાપાનમાં, લોકો Ikemaso Danshiની સેવાઓનો ઉપયોગ કરી શકે છે. Ikemeso Danshi આકર્ષક સાથી પ્રદાન કરે છે, જેને "હેન્ડસમ વીપિંગ બૉયઝ" તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોફેશનલ્સ આંસુ લૂછવામાં નિષ્ણાત છે. તેઓ ભાવનાત્મક અનુભવો દ્વારા આરામ પણ આપે છે. 7,900 યેન અથવા અંદાજે 4,400 રૂપિયાની ફીમાં, લોકો તેમની સેવાઓનો લાભ લઈ શકે છે.
આ સેવા હેઠળ આઇકેમેસો બૉયઝની ઘણી વેરાઈટી ઉપલબ્ધ છે. જેઓ વિવિધ પ્રકારની ભાવનાત્મક સહાયક સેવાઓ પૂરી પાડે છે. સેવાઓમાં ભાવનાત્મક સ્પર્શથી માંડીને સજી-ધજીને તમારી સાથે બહાર આઉટિંગ પર જવા સુધીની શ્રેણી છે. જેમાં ક્લાયન્ટ્સ માટે રેન્ટ અ ફ્રેન્ડ અને નૉન-સેક્સ્યુઅલ કડલિંગ સેશન સેવાઓ ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
