વાત એ રાતની, જ્યારે ધડાકા સાથે ગામમાં રહેતા લોકો સાથે તમામ જીવોના મોત થઈ ગયા, જાણો પુરી ઘટના વિશે?
પૃથ્વી પર ઓક્સિજન માણસોને રહેવા માટે સૌથી જરૂરી વાયુ છે અને કાર્બન ડાયોક્સાઈડ સૌથી ખતરનાક વાયુ છે. જો આ બન્નેની ઉપસ્થિતીમાં ગડબડ પેદા થઈ તો દુનિયાભરના તમામ જીવો પર જોખમ આવી શકે છે. આ જોખમ કેટલુ ખતરનાક હોય તેનો પુવારો આફ્રિકાના એક ગામમાં મળ્યો હતો.
આફ્રિકાના એક ગામમાં કાર્બન ડાયોક્સાઈડના કારણે આખુ ગામ મોતની નીંદ ઉંઘી ગયુ. અહીં માત્ર માણસો જ નહીં પ્રાણીઓ અમે તમામ જીવોના મોત થઈ ગયા. લેક ન્યોસ ડિઝાસ્ટર તરીકે ઓળખાતી આ ઘટનામાં 1746 લોકો અને 3500 જેટલા પશુઓના મોત થયા હતા.

અહેવાલો અનુસાર, 21 ઓગસ્ટ 1986ના રોજ પશ્ચિમ આફ્રિકાના ન્યોસ નામના ગામમાં રાત્રે 9 વાગ્યા આસપાસ લોકોએ ગડગડાટ સંભળાયો હતો. બીજે દિવસે સવારે ત્યાં બચેલા એક વ્યક્તિએ જોયુ તો તમામ લોકોના મોત થઈ ગયા હતા. માત્ર થોડા ગણ્યા ગાંઠ્યા લોકો જ બચ્યા હતા.
આ ઘટનામાં બચી ગયેલા એફ્રેમ નામના એક વ્યક્તિએ જણાવ્યુ કે, તેને બહાર આવીને જોયુ તો એક મહિલા તેના બાળકોના મૃતદેહ સામે બેસીને ચિત્કાર કરી રહી હતી. એફ્રેમ તેના પરિવારના 30 થી વધુ સભ્યો અને તેમના 400 પ્રાણીઓને મૃત જોયા. આ વ્યક્તિએ જણાવ્યુ કે, તે દિવસે લાશો પર કોઈ માખીઓ ન હતી. તમામ પ્રકારના જીવોના મોત થઈ ગયા હતા.
ન્યોસ લેક દુર્ઘટનાનું મુખ્ય કારણ તળાવના ઊંડા સ્તરોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ભંડાર હતો. તેના વિસ્ફોટથી ન્યોસ તળાવની ઊંડાઈમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસનો વિશાળ જથ્થો બહાર આવ્યો અને ન્યોસ ગામમાં લગભગ દરેક જીવીત પ્રાણીઓ અને લોકોને ગૂંગળાવીને મોત સુધી પહોંચાડી દીધા.
કેટલાક બચી ગયેલા લોકોએ તળાવમાંથી ગનપાઉડર અથવા સડેલા ઈંડા જેવી ગંધ આવવાની જાણ કરી. આનાથી આ ગેસ લીક થયો હોવાના પુરાવા મળ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
