ચંદ્રયાન 3 બાદ ભારતના આ અવકાશ મિશન તૈયાર છે, બહુ જલ્દી ભારત માણસને અવકાશમાં મોકલશે
ભારતના ચંદ્રયાન 3 મિશનને લોંચ કરી દેવાયુ છે અને બહુ જલ્દી ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે. આ મિશન સફળ થતા જ ભારતનો ડંકો દુનિયાભરમાં વાગી જશે. ભારત ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનારો ચોથો દેશ બની જશે.
તમને જાણીને ગર્વ થશે કે ભારત ચંદ્રયાન બાદ ઘણા મોટા મિશનની તૈયારીમાં છે. ચંદ્રયાન બાદ ભારતના આદિત્ય એલ-1 અને ગગનયાન જેવા મહત્વકાક્ષી મિશન પાઈપલાઈનમાં છે. આ મિશન ભારતને અવકાશમાં સુપર પાવર બનાવશે.

આદિત્ય એલ1 સોલર મિશન
ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO આદિત્ય L-1 લોન્ચ કરનાની તૈયારી કરશે. આ મિશન પર પહેલાથી જ કામ ચાલી રહ્યું છે. આદિત્ય L-1 દેશનું પહેલું સૌર મિશન હશે અને તે સુર્યનો સ્ટડી કરવા માટે રવાના થશે. અહેવાલો અનુસાર, ISRO આ મિશનને 26 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે.
ગગનયાન
ગગનયાન ભારત અને ઇસરોનું સૌથી મહત્વકાંક્ષી મિશન છે. આ મિશન દ્વારા ભારત તેના અવતાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે. ગગનયાનમાં કુલ ત્રણ અવકાશ મિશન હશે. જેમાં પહેલા બે માણસ વગર અને ત્રીજામાં સમાનવ અવકાશ મિશન હશે. ભારત તેના આ મિશનથી ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલશે. ગગનયાન 300 થી 4000 કિમીની ઉંચાઈએ લો ઓરબીટમાં ચક્કર લગાવશે. આ મિશનની સફળતા સાથે ભારત અમેરિકા અને રશિયા સમકક્ષ આવી જશે.
શુક્રયાન
શુક્રયાન પર ઇસરોમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ મિશનને શુક્ર ગ્રહ વિશે માહિતી મેળવવા માટે રવાના કરાશે. શુક્રયાન આ વર્ષે લોન્ચ થવાનું હતું પરંતુ કોવિડ તેમજ ચંદ્રયાન-3 અને આદિત્ય એલ 1 મિશનના કારણે તે 2024માં લોન્ચ કરવામાં આવી શકે છે. જો ભારત 2028 પહેલા આ મિશનને સફળતાપુર્વક પાર પાડશે તો તે શુક્ર પર જનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. આ રેસમાં અમેરિકા અને રશિયા પણ છે.
નિસાર મિશન
NISAR મિશન ISRO અને NASAનું સંયુક્ત મિશન છે અને તેને આવતા વર્ષે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ એક એવો ઉપગ્રહ છે જે પૃથ્વીની નીચી કક્ષામાં લોન્ચ કરાશે અને માત્ર 12 દિવસમાં સમગ્ર વિશ્વનો નકશો બનાવી લેશે. આ સેટેલાઇટ ત્રણ વર્ષ સુધી કામ કરશે. નિસાર કુલ 2800 કિલોગ્રામનો ઉપગ્રહ છે અને તેને સિન્થેટિક એપરચર રડાર પર કામ કરશે.
એક્સપોઝેટ મિશન
ભારત ટૂંક સમયમાં એક્સપોસેટ મિશન પર કામ શરૂ કરશે. ઇસરોના વડા એસ. સોમનાથ આ વિશે જણાવી ચુક્યા છે. આ મિશનમાં અવકાશી સ્ત્રોતોની ગતિશીલતાનો અભ્યાસ કરવાની યોજના છે. વર્ષ 2021 માં લોન્ચ કરાયેલ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર પછી આ વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન હશે. આ મિશન બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, ગેલેક્સીના ન્યુક્લિયસ અને અન્ય ખગોળીય ઘટનાઓ વિશે માહિતી મેળવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
