આ દેશમાં 10 બાળકો પેદા કરશો તો સરકાર આપશે લાખો રૂપિયા, મળે છે અનોખો એવોર્ડ

ભારત અને ચીન જેવા દેશો સતત વધી રહેલી વસ્તીથી પરેશાન છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો છે જે બાળકો પેદા કરવા માટે લાખો રૂપિયા આપે છે. આ દેશમાં જો તમે 10 બાળકો પેદા કરશો તો સરકાર તમને લાખો રૂપિયા આપશે.

એક તરફ ચીન તેની વન ચાઈલ્ડ પોલીસીને ડ્રોપ કરી રહ્યું છે અને બીજી તરફ ભારતમાં જન સંખ્યા નિયંત્રણ માટે સતત પગલા લેવાઈ રહ્યા છે ત્યારે રશિયાએ 10 બાળકો પેદા કરનારા માતા-પિતાનું સન્માન કરવાની એક યોજના લાગુ કરી છે. આ પોલીસી અનુસાર 10 બાળકો પેદા કરનારા પરિવારને વિશેષ સન્માન કરવામાં આવશે.

Mother Heroine Policy

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વસ્તી વૃદ્ધિ માટે હિરોઈન પોલીસી અમલમાં મુકી છે. રશિયામાં ઘટી રહેલા જન્મ દરને સંતુલિત કરવા આ નીતિ લાગુ કરાઈ છે.

ધ મોસ્કો ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, વર્ષ 1944માં સૌપ્રથમ વખત સોવિયત નેતા જોસેફ સ્ટાલિને આ નીતિ લાગુ કરી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે નોંધપાત્ર વસ્તી મૃત્યુ પામી ત્યારે મધર હીરોઈન પોલિસી લાવવામાં આવી હતી. તે પછી સોવિયત સંઘના અંત પછી આ નીતિ બંધ થઈ હતી. આ સમયની મહિલાને હિરો ઓફ રશિયા અને અને હિરો ઓફ લેબર બરાબરનું સન્માન મળશે.

રશિયઆ 10 બાળકોને જન્મ આપનારી મહિલાઓને મધર હીરોઈન સન્માનની નજાવશે. આ માટે તે મહિલા ઈનામ તરીકે 10 લાખ રુબેલ્સ એટલે કે 13.27 લાખ રૂપિયા પણ આપશે. 10 બાળકોના એક વર્ષ પૂર્ણ થયા બાદ મહિલાઓને આ એવોર્ડ મળશે.

આ સાથે જ આ સન્માન એ માતાઓને પણ આપવામાં આવશે જેમણે યુદ્ધ અથવા આતંકવાદી હુમલામાં પોતાનું બાળક ગુમાવ્યું છે. રશિયાના ઝડપથી ઘટી રહેલા જન્મ દરને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X