અહીં લગ્ન કરવા માટે કરવી પડે છે બીજાની પત્નીની ચોરી, આવુ કરવુ કોઈ ગુનો પણ નથી
દુનિયામાં લગ્નને લઈને અનોખી પરંપરાઓ છે. તમે જોયુ હશે કે ઘણા સમાજોમાં લગ્ન માટે છોકરીઓને ભગાડીને લગ્ન કરવામાં આવે છે. જો કે તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યુ હોય કે કોઈ સમાજમાં પત્નીને ભગાડીને લગ્ન કરવાનો રિવાજ છે. પરંતુ આ હકિકત છે.
લગ્નને લઈને ભારતમાં હજારો વિવિધતા જોવા મળે છે ત્યારે આજે અમે તમને એક એવા સમાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમની પરંપરાઓ તદ્દન અલગ છે. આ સમાજના પુરૂષો લગ્ન કરવા માટે બીજાની પત્નીની ચોરી કરે છે. સૌથી મોટી વાત એ છે કે આવુ કરવા માટે કોઈ સજા કે દંડની જોગવાઈ નથી.

પહેલી વખત સાંભળવાથી માનવામાં ન આવે એવી આ પરંપરા પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે. અહીંની એક આદિવાસી પ્રજાતિમાં લગ્ન કરવા માટે બીજાની પત્નીની ચોરી કરવી પડે છે.
પશ્ચિમ આફ્રિકાના વોદાબ્બો જનજાતિમાં આ પરંપરા આજે પણ જોવા મળે છે. આ તેમના રીતિ રિવાજોનો એક ભાગ છે. અહીં યુવાનોએ લગ્ન કરવા માટે બીજાની પત્નીની ચોરી કરીને પોતાની પત્ની બનાવવાની હોય છે.
અહેવાલો અનુસાર, આ જનજાતિમાં પહેલા લગ્ન પરિવારના સભ્યોની સહમતિથી કરવામાં આવે છે. પરંતુ બીજા લગ્નને લઈને આ વિચિત્ર રિવાજ જોવા મળે છે. જો કોઈ બીજા લગ્ન કરવા માંગે તો તેણે બીજાની પત્નીની ચોરી કરવી પડશે. આમ ન કરી શકે તો બીજા લગ્ન થતા નથી.
આ આદિવાસી જનજાતિમાં દર વર્ષે ગેરેવોલ ઉત્સવનું આયોજન કરાય છે. અહીં છોકરાઓ તૈયાર થઈને ચહેરા પર રંગ લગાવે છે અને બીજાની પત્ની સામે ડાન્સ કરીને તેને આકર્ષવાનો પ્રયાસ કરે છે.
અહીં તેમને એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે તે મહિલાના પતિને જાણ ન થાય. જો કોઈ પરિણીત સ્ત્રી કોઈ પુરુષ તરફ આકર્ષાઈને ભાગી જાય છે તો સમાજના લોકો તેને શોધી કાઢે છે અને પછી તેના લગ્ન કરાવે છે. આ પછી બંનેના લગ્નને પ્રેમ લગ્ન તરીકે સ્વીકારવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
