ગુજરાતીઓની પ્રિય જલેબી હજારો કિલોમીટરથી ગુજરાત પહોંચી છે, જાણો મુળ ક્યાંની છે?
આજે જલેબી ફાફડા ગુજરાતીઓની ઓળખ બની ગયા છે. દેશ વિદેશમાં લોકો ગુજરાતીઓને તેના ફાફડા જલેબીના કારણે ઓળખે છે. જો કે તમે એ નહીં જાણતા હોય કે ગુજરાતીઓની આ પ્રિય જલેબી મુળ ભારતીય કે ગુજરાતી વાનગી નથી. તે વિદેશી આઈટમ છે.
ઇતિહાસકારો અનુસાર, તુર્કીના આક્રમણકારો જલેબીને ભારત લાવ્યા. ભારતમાં જલેબીનો ઈતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે. સમય સાથે નામ, બનાવવાની પદ્ધતિ અને સ્વાદમાં ઘણા ફેરફારો થયા.

હોબસન-જૌબ્સન અનુસાર, જલેબી શબ્દ અરબી શબ્દ જલાબિયા અથવા ફારસી શબ્દ જલિબિયા પરથી ઉતરી આવ્યો છે. જલાબિયા નામની મીઠાઈનો ઉલ્લેખ મધ્યકાલીન પુસ્તક કિતાબ-અલ-તબીકમાં જોવા મળે છે. આ પશ્ચિમ એશિયામાંથી ઉતરી આવેલો શબ્દ છે.
ભારત ઉપરાંત ઈરાનમાં પણ જલેબી મળે છે. અહીં તેને જુલાબિયા કે જુલુબિયા કહેવામાં આવે છે. અરબી રસોઈના પુસ્તકોમાં જુલુબિયા બનાવવાનો ઉલ્લેખ છે. આ સિવાય 17મી સદીમાં 'ભોજનકુટુહાલા નામનું પુસ્તક અને સંસ્કૃત પુસ્તક ગુણ્યગુણબોધિનીમાં પણ જલેબી વિશે લખાયેલું છે.
ભારત સિવાય ઘણા દેશોમાં પણ જલેબી ખાવામાં આવે છે. લેબનોનમાં જેલબિયા લાંબા આકારની પેસ્ટ્રી જેવી બને છે. ઈરાનમાં તે જુલુબિયા, ટ્યુનિશિયામાં જલાબિયા અને અરેબિયામાં જલાબિયા તરીકે ઓળખાય છે. અફઘાનિસ્તાનમાં માછલી સાથે જલેબી પીરસવામાં આવે છે. શ્રીલંકામાં પણ જલેબી ખાવામાં આવે છે અને તેને અહીં પાણી વલાલુ કહેવામાં આવે છે. નેપાળની જેરી સ્વીટ પણ જલેબીનું એક સ્વરૂપ છે.
ભારતમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં 300 ગ્રામની એક જલેબી મળે છે. આ ખાસ જલેબીમાં છીણેલું પનીર પણ ઉમેરવામાં આવે છે. અહીં તેને જલેબી નહીં પણ જલેબા કહેવાય છે. જ્યારે બંગાળમાં જલેબીને ચનાર જીલપી કહેવામાં આવે છે. તેનો સ્વાદ બંગાળી ગુલાબ જામુન પંટુઆ જેવો છે. જે દૂધ અને માવામાંથી તૈયાર કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
