મહિલાના અંડરવેરની ચોરીને લઈને ધંધુકાના પચ્છમ ગામમાં ધીંગાણું ખેલાયુ, જાણો શું છે પુરી ઘટના?
તમે દુનિયામાં હિરા મોતીથી લઈને કિંમતી કારની ચોરી વિશે સાંભળ્યુ હશે. જો કે કોઈ તમને એવુ રહે કે એક વ્યક્તિ મહિલાઓના અંડરવેરની ચોરી કરે છે તો તમને વિશ્વાસ આવે? વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના ધંધુકાના એક ગામમાં સામે આવી છે.
પહેલી વાર સાંભળવામાં વિચિત્ર લાગતી આ ઘટના ધંધુકાના પચ્છમ ગામમાં સામે આવી છે. અહીંની એક મહિલાના અંડરવેર સતત ગુમ થઈ રહ્યા હતા. મહિલા ધાબા પર અંડરવેર સુકવતી ત્યાંથી તેના અંડરવેર સતત ગાયબ થઈ રહ્યા હતા.

સતત 8 મહિના સુધી અંડરવેર ગાયબ થતા આ મહિલાને ચોરીની શંકા ગઈ તેને ચોરને પકડવા માટે યુક્તી અજમાવી. ધાબા પર સીસીટીવી લગાવ્યા બાદ જે સીસીટીવીમાં કેદ થયુ તેને તમામને ચૌકાવી દીધા.
સીસીટીવી કેમેરામાં જે કેદ થયુ લઈને મોટી બબાલ સર્જાઈ છે. આ ચોરી કરનારો વ્યક્તિ બીજો કોઈએ નહીં પરંતુ આ મહિલાનો પડોશી જ હતો. આ આરોપી સતત મહિલાના અંડરવેર ચોરી કરી રહ્યો હતો. હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આરોપીનો ચહેરો સામે આવ્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહીં સૌથી ચૌકાવનારી બાબત એ જોવા મળી કે આ આરોપી પકડાયા બાદ મહિલાએ તેને આવુ ન કરવા કહેતા તે ઉલ્ટો મહિલાને ધમકાવવા લાગ્યો. હંગામો થતા લોકો એકઠા થતા બે પક્ષો વચ્ચે મારામારી પણ થઈ.
આ સમગ્ર ઘટનામાં પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે. બંને જૂથો લોખંડની પાઈપો સાથે મારામારી થઈ તેમાં 8 લોકો ઘાયલ થયા છે. એક તરફ પોલીસે મહિલાના સંબંધીઓ વિરુદ્ધ અને બીજી તરફ આરોપી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
