છૂટાછેડાના આ વિચિત્ર કારણો વાંચો, જાણીને રહી જશો દંગ
divorce reasons: આજકાલ લગ્ન ટકવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. જેમ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના બ્રેકઅપ થવા લાગ્યા છે, તેવી જ રીતે લગ્ન ટકવા મુશ્કેલ લાગે છે. તાજેતરમાં, મુંબઈના વકીલ અને કન્ટેન્ટ ક્રિએટર અપ્પાચુ કૌલે કેટલાક વિચિત્ર કારણો જણાવ્યા છે, જે છૂટાછેડા લેતી વખતે યુગલો તેમને જણાવે છે.
હવે આ યાદી ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જોકે, આ મુદ્દે ઘણા લોકોએ છોકરીને દોષી ઠેરવી અને ઘણા લોકોએ છોકરા પર આરોપ લગાવ્યો છે.

ઘણા લોકો એવું સૂચન કરે છે કે, આજના લગ્ન માત્ર એક ધૂન છે. કૌલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, જ્યારે તેની પત્નીએ હનીમૂન દરમિયાન અશ્લીલ કપડાં પહેર્યા, તો પતિએ છૂટાછેડા માંગી લીધા હતા.
અન્ય કારણો જણાવતા કૌલ કહે છે કે, પતિ તેની પત્નીને સમય આપી શકતો ન હતો. કારણ કે, તે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. પછી તેણે કહ્યું કે, એક કિસ્સામાં પત્નીએ પતિના પગ સ્પર્શ કરવાની ના પાડી દીધી હતી, અને બીજા કિસ્સામાં પત્નીને રસોઈ બનાવતા આવડતું ન હતું અને પતિને ભૂખ્યા રહેવું પડ્યું હતું.
વકીલે તેની વાયરલ રીલમાં છૂટાછેડા માટેના વધુ વિચિત્ર કારણો દર્શાવ્યા છે. આ દરમિયાન એક મહિલાએ એવી પણ ફરિયાદ કરી હતી કે, તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેનું ખૂબ ધ્યાન રાખે છે. તેની સાથે બિલકુલ ઝઘડો નથી કરતો. આ તેની સમસ્યાઓનું કારણ હતું.
ઉલ્લેખનીય છે કે, વકીલ 2020 માં આવેલા એક કેસનો પણ ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશની એક મહિલાએ તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. કારણ કે, તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને લગ્નના 18 મહિના દરમિયાન તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી. કારણ કે, તેના સાથે કોઈ પ્રકારની તકરાર કે કોઈ લડાઈ નથી થઇ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
