Bizarre News: ઉડતી ફ્લાઇટમાં બાળક જન્મે તો... બાળક ક્યાં દેશનો નાગરિક બને?
Bizarre News: દુનિયામાં ઘણા એવા કાયદા અને નિયમો છે, જેના વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે. આજે અમે તમને એક એવા નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
જો કોઈ વ્યક્તિ આકાશમાં ઉડતા આંતરરાષ્ટ્રીય વિમાનમાં જન્મે છે, તો તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકત્વ ક્યાં હશે? આ માટે તમામ દેશોમાં અલગ-અલગ નિયમો છે.
ભારતમાં, સાત મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રીઓ માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે, પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં, તેઓ હવાઈ મુસાફરી કરી શકે છે.
આવી સ્થિતિમાં ભારતથી બ્રિટન જતી વખતે જો કોઈ મહિલા પ્લેનમાં બાળકને જન્મ આપે છે, તો સવાલ એ થાય છે કે, તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાં હશે? આવા કિસ્સામાં, તે જોવામાં આવશે કે બાળકનો જન્મ કયા સમયે થયો હતો અને તે સમયે વિમાન કયા દેશની સરહદ પર ઉડતું હતું.

પ્લેન જ્યાં ઉતરે છે, તે દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી જન્મ પુરાવા સંબંધિત દસ્તાવેજો મેળવી શકાય છે. આ સાથે, બાળકને તેના માતાપિતાની રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરવાનો પણ અધિકાર છે.
ભારતીય કાયદો શું છે - ઉદાહરણ તરીકે, જો બાંગ્લાદેશથી અમેરિકાની ફ્લાઈટ ભારતીય સરહદ પરથી પસાર થાય છે, અને આ ફ્લાઈટમાં કોઈ મહિલા બાળકને જન્મ આપે છે, તો બાળકનું જન્મસ્થળ ભારત માનવામાં આવશે અને તે અહીંની નાગરિકતા મેળવી શકશે.
આ સિવાય બાળક તેના માતા-પિતાની રાષ્ટ્રીયતા અને ભારતની નાગરિકતા બંને મેળવી શકે છે. જોકે, ભારતમાં બે દેશોના નાગરિકો પર પ્રતિબંધ છે.
આવી ઘટના પહેલા પણ બની છે - અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી એક વિમાન અમેરિકા જઈ રહ્યું હતું અને તે દરમિયાન એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. તે સમયે પ્લેન એટલાન્ટિક મહાસાગરની ઉપરથી ઉડી રહ્યું હતું.
પ્લેન લેન્ડ થયા બાદ માતા અને બાળકને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ અમેરિકન બોર્ડર પર એક બાળકીને જન્મ આપ્યો હતો.
જેના કારણે યુવતીને નેધરલેન્ડ અને અમેરિકા બંનેની નાગરિકતા મળી હતી. જોકે, ઉડતા વિમાનમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગેના નિયમો જુદા જુદા દેશોમાં અલગ-અલગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
