આ ગાર્ડનમાં એન્ટ્રી કરતા જ વ્યક્તિને રોમાન્સ કરવાની ઈચ્છા થાય છે, જાણો શું છે ખાસ?
દુનિયામાં તમે ઘણી વિચિત્ર જગ્યાઓ જોઈ હશે. થીમ રેસ્ટોરન્ટથી લઈને થીમ પાર્ક સુધીની જગ્યાઓ આ ધરતી પર આવેલી છે. પરંતુ આજે જે જગ્યાની વાત કરવાના છીએ તે તમામથી હટકે છે. અહીં પહોંચતા જ વ્યક્તિને રોમાન્સ કરવાની ઈચ્છા થઈ જાય છે.
આ દિવસોમાં ફ્રાન્સનો એક ગાર્ડન કપલમાં ખુબ લોકપ્રિય થઈ રહ્યો છે. તેના વિશે કહેવાય છે કે ગમે તેવો અનરોમેન્ટિક વ્યક્તિ પણ ત્યાં પહોંચે તો તેને પણ રોમાન્સ કરવાની ઈચ્છા થઈ જાય છે. ગ્રીકની પ્રેમની દેવીના નામ પર બનેલો આ લવ, બ્યુટી અને પ્લેઝર નામનો ગાર્ડન ફ્રાન્સમાં રહેતી સોફી કનિટલ નામની મહિલાએ બનાવ્યો છે. આ રોમેન્ટિક ગાર્ડન બનાવવા પાછળ સોફીનો ઉદ્દેશ્ય ઘરની ચાર દિવાલોમાંથી રોમાંસને બહાર કાઢવાનો છે.

આ ગાર્ડનમાં માદક સુગંધવાળા ફૂલો લગાવાયા છે. આ સાથે ગાર્ડનમાં સેક્સુઆલિટી સાથે જોડાયેલા ઘણા માર્કસ પણ બનેલા છે. રોમાંસ માટે બનાવાયેલા આ ગાર્ડનમાં એવા છોડ અને ફૂલો લગાવવામાં આવ્યા છે જે વૈજ્ઞાનિક આધાર પર પણ રોમાંસની અનુભૂતિ વધારવા જાણીતા છે. આવા છોડ અને ફૂલોના કારણે અંદરનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક બની જાય છે.
આ સિવાય સોફીએ આ ગાર્ડનમાં આ અનોખા ગાર્ડનમાં અંજીર, દાડમના ઝાડ, લવંડર, જાસ્મીન સહિતના અનેક છોડ વાવ્યા છે. તે કહે છે કે ઘણા લોકોને ગાર્ડનિંગનું કામ એકદમ કંટાળાજનક લાગે છે પરંતુ જો તમે આ બગીચામાં જશો તો તમને ખબર પડશે કે બગીચા માત્ર ફૂલો ચૂંટવા માટે જ નથી બનાવવામાં આવતા, તે તમારો મૂડ પણ બનાવી શકે છે. તે તમને રોમેન્ટિક લાગણીઓથી ભરી દે છે.
સોફી જણાવે છે કે, આજે સેક્સને વર્જિત બનાવી દેવામાં આવ્યું છે. હકિકતમાં એવુ નથી. સેક્સ એક એવી લાગણી છે જેના કારણે લોકોમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. આ વાતને હું આ ગાર્ડન દ્વારા લોકોને સમજાવવા માંગુ છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
