વાત એ પુસ્તકની, જે ભારત-પાકિસ્તાન ભાગલામાં અડધુ-અડધુ વહેંચાયુ, જાણો પુસ્તકનું નામ
ભારત તેનો 77મોં સ્વાતંત્ર્ય દિવસ મનાવવા જઈ રહ્યું છે. આ દિવસને ભારતના આઝાદી દિવસ સિવાય દેશ માટે કાળા ઇતિહાસ સમાન ભારત-પાકિસ્તાનના ભાગલને પણ યાદ કરાય છે. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે એક એવી ઘટના બની હતી, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ભારત પાકિસ્તાનના ભાગલા માત્ર જમીનના ભાગલા નહોતા. ભાગલા સમયે ભારતની સંસ્કૃતિના પણ બે ટુકડા થયા હતા. ભાગલા સમય દરમિયાન ભારતની જમીન સાથે સાથે એક પુસ્તકના પણ બે ટુકડા થયા હતા. આજે આપણે આ પુસ્તક વિશે જ વાત કરવાના છીએ.

આ ભાગલાથી લાખો લોકો પ્રભાવિત થયા અને બન્ને દેશને તેના દર્દમાંથી બહાર આવવા માટે વર્ષો લાગ્યા. જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન બન્ને દેશોની જમીન સાથે વહેંચાયેલી ઘણી વસ્તુઓમાં એક પુસ્તક હતુ. આ પુસ્તક હતુ એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનીકા.
જ્યારે બન્ને દેશો વચ્ચે વસ્તુઓની વહેંચણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન વહેંચણી એક પુસ્તક પર આવીને રોકાઈ ગઈ. પુસ્તકને બે બાગમાં કેવી રીતે વહેંચી શકાય તે એક મોટો પ્રશ્ન હતો. આ સ્થિતિમાં એક જ રસ્તો હતો કે પુસ્તકને બે ભાગમાં વહેંચવામાં આવે. અને આમ જ કરવામાં આવ્યુ.
વિજયલક્ષ્મી બાલકૃષ્ણન તેમના પુસ્તક ગ્રોઈંગ અપ એન્ડ અવે: નેરેટિવ્સ ઓફ ઈન્ડિયન ચાઈલ્ડહુડ્સઃ મેમોરી, હિસ્ટ્રી, આઈડેન્ટિટીમાં લખે છે કે બ્રિટાનિકાના એન્સાઈક્લોપીડિયાના બે ભાગ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યું. આ સાથે પુસ્તકાલયમાં હાજર શબ્દકોશને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યો.
A થી K સુધીના શબ્દકોશનો ભાગ ભારતમાં ગયો અને બાકીનો પાકિસ્તાન લઈ જવામાં આવ્યો. આ બધાની વચ્ચે એક વસ્તુ એવી હતી જેના ભાગ નહોતા કરાયા. આ હતી દારૂના બેરલ. પાકિસ્તાને દારૂના બેરલ લેવાનો ઇનકાર કર્યો હતો. ઇસ્લામમાં દારૂ પ્રતિબંધિત છે એટલા માટે ભારતીયો માટે ખુશીની વાત હતી કે તેમને દારૂના તમામ બેરલ મળી ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
