41 વર્ષની આંટી અને 14 વર્ષનો છોકરો, લગ્ન માટે શાળામાંથી રજા લીધી, જાણો ક્યાંની છે વિચિત્ર લવ સ્ટોરી?
કહેવાય છે કે પ્રેમમાં માણસ પાલગ થઈ જાય છે. જો કે ક્યારેક પ્રેમની જગ્યાએ વ્યક્તિ ગાંડપણમાં પણ કોઈ વ્યક્તિ પાછળ પાગલ થઈ જાય છે. આમાંથી જ હાસ્યાસ્પદ સ્થિતીનું નિર્માણ થાય છે. ઈન્ડોનેશિયામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.
અહેવાલો અનુસાર, ઈન્ડોનેશિયામાં રહેતી 41 વર્ષની મહિલાએ પોતાનાથી 25 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. મહિલાએ તેની લગ્નની ઉંમર વટાવી દીધી અને છોકરો લગ્નની યોગ્ય ઉંમરે પણ પહોંચ્યો નથી. આમ છતાં આ લગ્ન ધામધૂમથી થયા. આ લગ્નના ફોટોને પણ લોકો સાથે શેર કરવામાં આવ્યા. માતા-પુત્ર જેવી લાગતી આ જોડી એકદમ ખુશ દેખાતી હતી.

મારિયાના નામની મહિલા 41 વર્ષની છે અને તેને 16 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા છે. આ છોકરો હજુ સ્કૃલે જાય છે અને લગ્ન માટે તેને શાળામાંથી રજા લેવાની જરૂર પડી. બન્નેના 30 જુલાઈના રોજ પશ્ચિમ કાલિમંતન પ્રાંતના એક સ્થળે ધામધૂમથી લગ્ન થયા.
લગ્ન દરમિયાન બંને સારા કપડામાં હતા અને લગ્નની વીંટી દેખાડતા જોવા મળ્યા. મારિયાનાની સાસુ એટલે કે છોકરાની માતા આ દુલ્હન મારિયાના કરતા 4 વર્ષ નાની છે. બંને પાક્કી મિત્ર છે અને તેણે જ તેના પુત્રના લગ્ન તેની આન્ટી સાથે કરાવ્યા. આ લગ્ન માતાની સંમતિથી થયા હોવાથી તે ગેરકાયદે પણ નથી.
આ લગ્ન પાછળનું કારણ જણાવતા છોકરાની માતાએ કહ્યું કે, મારિયાના તેની મિત્ર છે અને તેણે અગાઉના સંબંધોમાં ઘણું સહન કર્યું છે. તે ડિપ્રેશનમાં હોવાથી તેણે તેના મિત્રનું જીવન સુખી કરવા તેના પુત્રના લગ્ન તેની સાથે કરાવ્યા.
41 વર્ષીય મારિયાના એક સફળ બિઝનેસવુમન છે અને તે કરિયાણાની દુકાન ચેઈન ચલાવે છે. આ કપલનું કહેવું છે કે બન્નેએ 2 મહિના સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઈન્ડોનેશિયાના ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનમાં આ મામલામાં એન્ટ્રી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે છોકરાની ઉંમર 18 વર્ષથી ઓછી છે, આવી સ્થિતિમાં જ્યાં સુધી તેઓ મામલાની તપાસ નહીં કરે ત્યાં સુધી કપલને અલગ રહેવું પડશે. એટલે કે હજુ બન્ને કપલ નહીં ગણાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
