Holi 2023: હોળી રમતા પહેલા સ્કીન અને વાળ પર લગાવી દો આ સિક્રેટ વસ્તુઓ, કોઈ રંગ નહિ ચિપકે, ત્વચા રહેશે સેફ
આજકાલ રંગોમાં કેમિકલની જે મિલાવટ હોય છે તેનાથી બચવા માટે હોળી રમતા પહેલા અમુક એવી ટીપ્સ જાણી લો જેનો ઉપયોગ કરીને તમને પોતાની ત્વચાને હોળી રમવા દરમિયાન સુરક્ષિત રાખી શકો છો.

Skin and Hair Care tips for Holi: હોળીના રંગોમાં રંગાવા માટે સહુ કોઈ ઉત્સાહિત છે. કોઈને દોસ્તો સાથે તો કોઈને ઘરમાં જ પરિવાર સાથે હોળી રમવી છે. હોળી રમતા તો રમી લઈએ છીએ પરંતુ એ રંગ કાઢવામાં ખૂબ મુશ્કેલી થાય છે અને સેન્સિટીવ સ્કીનવાળા લોકોને તો વધુ સમસ્યા થઈ જાય છે. આજકાલ રંગોમાં કેમિકલની જે મિલાવટ હોય છે તેનાથી બચવા માટે હોળી રમતા પહેલા અમુક એવી ટીપ્સ જાણી લો જેનો ઉપયોગ કરીને તમને પોતાની ત્વચાને હોળી રમવા દરમિયાન સુરક્ષિત રાખી શકો છો.

ચહેરા પર લગાવી દો ફેસ ઓઈલ
હોળીના રંગોમાં ચહેરાની ત્વચાને સૌથી વધુ નુકસાન થાય છે. આનુ કારણ એ છે કે હોળીના રંગો મોટે ભાગે ચહેરા પર લગાવવામાં આવે છે અને ચહેરાની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે. નિષ્ણાતોના મતે, જો તમે હોળીની આગલી રાતે ફેસ ઓઈલથી તમારા ચહેરાની માલિશ કરો તો ત્વચા પરના રંગોની અસર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ફેસ ઓઈલથી ત્વચા સારી રીતે મોઇશ્ચરાઇઝ થઈ જશે અને પછી બીજા દિવસે ખૂબ જ ઓછા રંગો શોષાઈ શકશે.

હોઠ પર લગાવી રાખો માખણ
અમુક લોકો આંખ, કાન, નાક અને મોંમાં બધે જ રંગ લગાવી દે છે. જેના કારણે ફાટેલા હોઠની સમસ્યા બીજા દિવસથી જ શરૂ થઈ જાય છે. હોળી પછીના બીજા દિવસે ઘણા લોકોના હોઠ ફાટવા લાગે છે, જ્યારે કેટલાક લોકોને ચકામા થઈ જાય છે. એટલા માટે હોળીની એક રાત પહેલા તમારા હોઠ પર ઢગલો માખલ લગાવો અને તેને આખી રાત રહેવા દો. તમારા હોઠ આખી રાત માખણને શોષતા રહેશે અને સવાર સુધીમાં મોઈશ્ચરાઈઝ થઈ જશે. મોઇશ્ચરાઇઝ્ડ હોઠ બહુ ઓછા રંગને શોષી શકે છે.

નખ પર કરી દો નેલ પૉલિશ
અમુક રંગો એટલા જીદ્દી હોય છે કે નખની નીચેની ત્વચા પરથી નીકળવાનુ નામ લેતા નથી. એટલા માટે તેમના માટે પણ કેટલીક ખાસ તૈયારીઓ કરવાની જરૂર છે. હોળીની આગલી રાત્રે નખ પર સારી ગુણવત્તાની નેલ પોલીશ લગાવો, જે નખને રંગથી બચાવશે. તેમજ નખની આજુબાજુની ત્વચા પર સારી ગુણવત્તાનુ લોશન લગાવો, જેથી નખની આસપાસની ત્વચા રંગને કારણે તૂટે નહીં.

વાળને આ રીતે બચાવો રંગોથી
વાળ પર પણ હોળીના રંગોની ઘણી અસર થાય છે અને તેથી કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. હોળી પહેલા તમારા વાળને સંપૂર્ણપણે રંગો માટે તૈયાર કરો અને પ્રથમ રાત્રે જ સારી રીતે તેલની માલિશ કરો. માલિશ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરો અને સવારે ધોશો નહીં. તમારે ધ્યાનમાં રાખવુ પડશે કે હોળીના એક દિવસ પહેલા શેમ્પૂ ન કરતા. વાળમાં જેટલુ વધુ તેલ રહેશે તેટલો ઓછો રંગ વાળ પર અસર કરી શકશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
