વિશ્વના ટોપ 10 શહેરો, જ્યાં થાય છે સૌથી વધુ ટ્રાફિકજામ
વિશ્વના દરેક સ્થળો પર મુસાફરીને સહેલી બનાવવા માટ કાર અથવા તો બાઇકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી માનવી આ ઝડપી અને આધુનિક યુગમાં સમય વેડફ્યા વગર એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકે, પરંતુ ક્યારેક આ જ સરળતા તેમના માટે મુશ્કેલી પણ બની જતી હોય છે.
વિશ્વમાં એવા ઘણા બધા શહેરો છેકે જ્યાંના ટ્રાફિકથી તમે પણ તોબા પોકારી જશો. આ શહેરોના હાઇવે અને લોકલ રસ્તાઓ પર અનેકવિધ કંપનીઓની કાર્સ વિહરતી આપણને જોવા મળે છે, સાથોસાથ ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે, ભારતમાં પણ આવા અનેક સ્થળો છે, પરંતુ તેમના અંગે પછી ક્યારેક વાત કરીશું આજે અમે તમને અહીં વિશ્વના સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરો અંગે તસવીરો થકી આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ટ્રાફિકને ટકાવારીમાં દર્શાવવામાં આવી છે. તો ચાલો એ ટોપ 10 શહેરો પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વીડિયોઃ સૌથી વધુ સમય બાઇકના વ્હીલને રાખ્યું હવામાં
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 પેટ્રોલ કાર્સ, કિંમત 5 લાખ સુધી
આ પણ વાંચોઃ- કોણ વધારે સારું: પેટ્રોલ કાર કે ડીઝલ?

મોસ્કો, રશિયા
વિશ્વના સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોની વાત કરવામાં આવે તો આ યાદીમાં સૌથી ટોચ પર આવે છે. રશિયાનું મોસ્કો શહેર. આ શહેરના સરેરાશ ટ્રાફિક અંગે ટકાવારીમાં વાત કરવામાં આવે તો આ શહેરમાં 74 ટકા ટ્રાફિક નોંધાયો છે.

ઇસ્તાંબુલ, તુર્કી
વિસ્વના સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોની યાદીમાં તુર્કીનું ઇસ્તાંબુલ બીજા ક્રમે આવે છે, આ શહેરના ટ્રાફિકની વાત કરવામા આવે તો આ શહેરનું સરેરાશ ટ્રાફિક 62 ટકા છે.

રિઓ દી જાનેરો, બ્રાઝિલ
વિશ્વના સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોની યાદીમાં બ્રાઝિલનું રિઓ દી જાનેરો ત્રીજા ક્રમે આવે છે. આ શહેરમાં સરેરાશ 55 ટકા ટ્રાફિક નોંધાયો છે.

મેક્સિકો સિટી, મેક્સિકો
મેક્સિકોનું મેક્સિકો સિટી આ યાદીમાં ચોથા ક્રમે આવે છે. જ્યાંના સરેરાશ ટ્રાફિકની વાત કરવામાં આવે તો તે આંકડો ટકાવારી પ્રમાણે 54 ટકા છે.

સૉ પૉલો, બ્રાઝિલ
આ યાદીમાં બ્રાઝિલનું સૉ પૉલો પાંચમા ક્રમે આવે છે. અહીં સરેરાશ 46 ટકા ટ્રાફિક જોવા મળે છે.

પાલેર્મો, ઇટલી
વિશ્વના સૌથી વધુ ટ્રાફિક જામ શહેરોની યાદીમાં ઇટલીનું પાલેર્મો છઠ્ઠાં ક્રમે આવે છે. ત્યાં 39 ટકા ટ્રાફિક જોવા મળે છે.

વૉરસૉ, પોલેન્ડ
વિશ્વના સૌથી વધુ ટ્રાફિક જામ શહેરોની યાદીમાં પોલેન્ડનું વૉરસૉ સાતમાં ક્રમે આવે છે. ત્યાં 39 ટકા ટ્રાફિક જોવા મળે છે.

રોમ, ઇટલી
ઇટલીનું રોમ આ યાદીમાં આઠમાં ક્રમે આવે છે. ઇટલીમાં સરેરાસ 37 ટકાની આસપાસ ટ્રાફિક જોવા મળે છે.

લોસ એન્જલેસ, યુએસએ
આ યાદીમાં યુએસએનું લોસ એન્જલેસ નવમાં ક્રમે આવે છે, વિશ્વના કુલ ટ્રાફિક જામની સરખામણીએ લોસ એન્જલેસમાં 36 ટકા ટ્રાફિક જામ જોવા મળે છે.

ડબ્લિન, આયર્લેન્ડ
આ યાદીમાં આયર્લેન્ડનું ડબ્લિન દસમાં ક્રમે આવે છે. ડબ્લિનમાં દેશનો 35 ટકા જેટલો ટ્રાફિક જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
