વેસ્પાએ લોન્ચ કર્યું એલીગેન્ટ, આ સ્કૂટર્સ આપશે ટક્કર
જાણીતી સ્કૂટર બ્રાન્ડ વેસ્પાએ ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાનું સ્કૂટર એલીગેન્ટ લોન્ચ કર્યું છે. કંપની દ્વારા પોતાના આ સ્કૂટરની કિંમત 78,999 રૂપિયા રાખવામાં આવી છે. વેસ્પાનું આ સ્કૂટર વીએક્સ જેવું જ બનાવવામાં આવ્યું છે, માત્ર થોડાક ફેરબદલ કરવામાં આવ્યા છે, જેમકે ક્રોમ ગ્રીલ, ક્રોમ ગાર્ડ કિટ, બમ્પર ગાર્ડ વિગેરેમાં બદલાવ કરવામાં આવ્યો છે.
આ સ્કૂટરમાં 125 સીસીના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 10.6 પીએસ પાવર અને 10.6 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. તેમજ આ સ્કૂટર 54.86ની એવરેજ આપી શકે છે. બજારમાં આ જ રેન્જના અન્ય સ્કૂટર તરફથી તેને તગડી સ્પર્ધા મળી શકે તેમ છે, જેમાં મહિન્દ્રા રોડિયા આરઝેડ, હોન્ડા એક્ટિવા 125 અને યામાહા આલ્ફા છે. તો ચાલો તસવીરો થકી તેની તુલનાત્મક માહિતી મેળવીએ. જેમાં તેની કિંમત, એન્જીન, એવરેજ અને અન્ય ફીચર્સ અંગે માહિતી આપવામાં આવી છે.

સ્કૂટરની કિંમત અંગે સરખામણી
વેસ્પા એલીગેન્ટની કિંમતઃ- 78,999 રૂપિયા
મહિન્દ્રા રોડિયો આરઝેડની કિંમતઃ- 49,575 રૂપિયા
હોન્ડા એક્ટિવા 125ની કિંમતઃ- 56,607 રૂપિયા
યામાહા આલ્ફાની કિંમતઃ- 50,810 રૂપિયા

એન્જીન અંગે સરખામણીઃ- વેસ્પા એલીગેન્ટ
એન્જીનઃ- 125 સીસી, 4 સ્ટ્રોક, 3 વાલ્વ, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 10.6 પીએસ
ટાર્કઃ- 10.6 એનએમ

એન્જીન અંગે સરખામણીઃ- મહિન્દ્રા રોડિયો આરઝેડ
એન્જીનઃ- 124.60 સીસી, 4 સ્ટ્રોક, સ્પાર્ક ઇગ્નિશન એન્જીન
પાવરઃ- 6 કેડબલ્યુ
ટાર્કઃ- 9 એનએમ

એન્જીન અંગે સરખામણીઃ- હોન્ડા એક્ટિવા 125
એન્જીનઃ- 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એસઆઇ એન્જીન
પાવરઃ- 8.6 બીએચપી
ટાર્કઃ- 10.12 એનએમ

એન્જીન અંગે સરખામણીઃ- યામાહા આલ્ફા
એન્જીનઃ- 113સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન
પાવરઃ- 7.1 પીએસ
ટાર્કઃ- 8.1 એનએમ

એવરેજ અંગે સરખામણી
વેસ્પા એલીગેન્ટની એવરેજઃ- 54.86 કિ.મી પ્રતિ લિટર
મહિન્દ્રા રોડિયો આરઝેડની એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર
હોન્ડા એક્ટિવા 125ની એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર
યામાહા આલ્ફાની એવરેજઃ- 47 કિ.મી પ્રતિ લિટર

અન્ય ફીચર્સઃ- વેસ્પા એલીગેન્ટ
ફ્યુઅલ ગજ, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, ક્લોક

અન્ય ફીચર્સઃ-મહિન્દ્રા આરઝેડ
એનલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર,ફ્યુઅલ ગજ, ક્લોક

અન્ય ફીચર્સઃ-હોન્ડા એક્ટિવા 125
એનલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ ઇન્ડિકેટર, ફ્યુઅલ ગજ, ક્લોક

અન્ય ફીચર્સઃ-યામાહા આલ્ફા
એનલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ફ્યુઅલ ગજ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
