કિંમત, ફીચર અને એવરેજની ભૂખ સંતોષતી બેસ્ટ સડાન કાર
ભારતીય ઓટમોબાઇલ બજારની વાત કરવામાં આવે તો ભારતીય બજારમાં અનેક પ્રકારની કાર્સ ધૂમ મચાવી રહી છે, ભારતીય રાઇડર્સ એસયુવી, સ્પોર્ટ્સ કાર, હેચબેક અને સડાન કાર્સ તથા વૈભવી કાર્સ તરફ ઘણાં જ આકર્ષયા છે. આ સાથે જ વધતી મોંઘવારીને જોતા ભારતીય કારધારકો એવી કાર્સને હવે વધારે પસંદ કરવા લાગ્યા છે, જે પોતાના બજેટમાં ફીટ બેશે, તેમાં સારા ફીચર્સ હોય અને ખાસ વાત કે કારની એવરેજ સારી હોય, જેથી પેટ્રોલ અથવા ડીઝલના ભાવનો માર તેમને ઓછો સહન કરવો પડે.
ભારતીય કારધારકોની આ માગણીઓને સંતોષવા હેતુસર વિવિધ કંપનીઓ દ્વારા આ બાબતોનું ખાસ ધ્યાન રાખીને ઓટો વિશ્વમાં એવી કાર્સ વધારે ઉતારવામાં આવી રહી છે, જે કાર ખરીદનારાઓની તમામ માગણીઓને સંતોષી શકે. આજે અમે આ યાદીમાં એવી જ કેટલીક સડાન કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે કારની એવરેજ, ભાવ અને દેખવા કાર ખરીદનારાઓને આકર્ષવા સક્ષમ છે, તો આ કાર્સમાં કેટલીક નબળાઇઓ પણ છે, તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક કાર્સ કે જેની કિંમત 10 લાખની અંદર છે, તેમના અંગે આછેરી માહિતી મેળવીએ.

બેસ્ટ સડાન કાર
નોટઃ- આગળ સ્લાઇડ્સમાં કાર્સ અંગે જે ઇકોનોમી આંકડાં આપવામાં આવ્યા છે તે ARAI આધારિત છે અને તેની કિંમત એક્સશોરૂમ દિલ્હી આધારિત છે.

શેરવોલે સેઇલ
શા માટે સારીઃ- લૂક ગુડ, ફીચર્સ સારા, ઇમ્પ્રેસિવ રાઇડ ક્વોલિટી, અન્ય પ્રતિસ્પર્ધી કાર્સ કરતા વધુ સ્પેશિયસ
નબળા પાસાઃ- ત્રણ લોકો આગળ બેસી શકતા નથી. ઇન્ટીરયર પણ જોઇએ તેવું નથી.
કિંમતઃ- 5.11 લાખ રૂપિયા
એવરેજઃ- 18.2 કિ.મી/લીટર (પેટ્રોલ), 22 કિ.મી/લીટર (ડીઝલ)

ફોર્ડ ક્લાસિક
શા માટે સારીઃ- હેંડલ ગ્રેટ, ફન રાઇડ, સ્પેશિયસ ઇન્ટેરિયર, સારું પરફોર્મન્સ
નબળા પાસાઃ- આઉટ ડેટેડ ડીઝાઇન, એબીએસ અને એરબેગ્સની ઉણપ
કિંમતઃ- 5.64 લાખ રૂપિયા
એવરેજઃ- 13.9 કિ.મી/લીટર (પેટ્રોલ), 20 કિ.મી/લીટર (ડીઝલ)

હોંડા અમેઝ
શા માટે સારીઃ- સારી ઇકોનોમી, લાર્જેસ્ટ બૂટ, સ્મૂથ ગીયર સિફ્ટ, લાઇટ સ્ટીયરિંગ, સારા ફીચર્સ.
નબળા પાસાઃ- કાર સાથે બેઝિક ડેસબોર્ડ ડિઝાઇન ફીટ બેસતી નથી. હેંડલ સારું પરંતુ ફોર્ડ ક્લાસિક અને સેઇલ જેવું નહી. ડીઝલ એન્જીન સ્પોર્ટી નથી અને અવાજ વધારે કરે છે. લાઇટ સ્ટીયરિંગ હાઇ સ્પીડ પર જોઇએ તેવા ફીડબેક આપતું નથી.
કિંમતઃ- 5.05 લાખ રૂપિયા
એવરેજઃ- 18 કિ.મી/લીટર (પેટ્રોલ), 25.8 કિ.મી/લીટર (ડીઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝાયર
શા માટે સારીઃ- કેપેબલ એન્જીન લાઇનઅપ, ફ્યૂલ ઇકોનોમી, ઇઝી હેન્ડલ
નબળા પાસાઃ- બૂટનો દેખાવ ઓકવર્ડ, વેરિટો, ફોર્ડ ક્લાસિક, ઇટિયોસ જેવી બૂટ સ્પેશ નથી, બ્રેક સંબંધિત સમસ્યા જ્યારે તમે હાઇવે પર હોવ ત્યારે.
કિંમતઃ- 4.92 લાખ રૂપિયા
એવરેજઃ- 19 કિ.મી/લીટર (પેટ્રોલ), 23.4 કિ.મી/લીટર (ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ
શા માટે સારીઃ- સારી બાંધણી, ક્વોલિટી ઇન્ટીરિયર, બેસ્ટ ક્લાસ 407 લીટર બૂટ સ્પેશ, સારું લેગરૂમ અને હેડરૂમ, સારી ડીઝાઇન, કેબીનમાં વિવિધ ફીચર્સ.
નબળા પાસાઃ- ડીઝલ એન્જીન નબળું, સાર્પેસ્ટ હેંડલિંગ કાર નથી.
કિંમતઃ- 4.66 લાખ રૂપિયા
એવરેજઃ- 19.1 કિ.મી/લીટર (પેટ્રોલ), 24.4 કિ.મી/લીટર (ડીઝલ)

મહિન્દ્રા વેરિટો વાઇબ
શા માટે સારીઃ- ક્વોલિટી રાઇડ, સ્પેશિયસ ઇન્ટીરિયર, આગળની સીટમાં ત્રણ લોકો બેસી શકે તેવી ક્ષમતા
નબળા પાસાઃ- આગળનો દેખાવ ઓકવર્ડ, હેવી સ્ટીયરિંગ, નબળું હોર્સપાવર, ફીચર્સ ઓછા
કિંમતઃ- 5.68 લાખ રૂપિયા
એવરેજઃ- 20.8 કિ.મી/લીટર (ડીઝલ)

ટોયોટા ઇટિયોસ
શા માટે સારીઃ- સારી રાઇડ ક્વોલિટી, કેબિન અને બૂટમાં સારી એવી સ્પેશ, પાંચ લોકો આરામથી બેસી શકે, મોસ્ટ ફ્યૂલ એફિશિઅન્ટ ડીઝલ એન્જીન.
નબળા પાસાઃ- હાઇવે પર એન્જીનનું નબળું પરફોર્મન્સ, આ કેટેગરીમાં જોઇએ તેટલી શ્રેષ્ઠ કાર નથી. એટ્રેક્ટિવ ડિઝાઇન અને સારું હેંડલ નથી.
કિંમતઃ- 5.49 લાખ રૂપિયા
એવરેજઃ-16.78 કિ.મી/લીટર (પેટ્રોલ), 23.59 કિ.મી/લીટર (ડીઝલ)

ટાટા ઇન્ડિગો eCS
શા માટે સારીઃ- એફોર્ડેબલ, વેરિએન્ટ ઓછો, આરામદાયક મુસાફરી, આ કિંમતમાં સારા ફીચર્સ
નબળા પાસાઃ- હેંડલિંગ ડિસન્ટ પણ શ્રેષ્ઠ નહીં, ફિનિશિંગ નબળી ખાસ કરીને કેબિનમાં.
કિંમતઃ- 4.99 લાખ રૂપિયા
એવરેજઃ- 14 કિ.મી/લીટર (પેટ્રોલ), 25 કિ.મી/લીટર (BS4 ડીઝલ)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
