ભારતમાં ધૂમ મચાવતી ટોપ બેસ્ટ ઓટોમેટિક હેચબેક કાર્સ
ભારતમાં ટ્રાફિકની સમસ્યા ઘણી જ વધી રહી છે. દરરોજ મોટી માત્રામાં નવી કાર અને બાઇક અપણને રસ્તા પર વિહરતી જોવા મળે છે, જેના કારણે વિવિધ સ્થળો પર વાહનોનો જથ્થો પણ બહોળો હોય છે, તેવામાં ટ્રાફિકમાં ફસાઇ જવું એ સ્વાભાવિક બને છે, જેને જોઇને ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ઓટોમેટિક હેચબેક કારનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મેટ્રોપોલિટન શહેરમાં ઓટોમેટિક હેચબેક કાર ખરીદવાનું ચલણ વધી રહ્યું છે. તેની પાછળનું કારણ એ છેકે ટ્રાફિકમાં તમે મનને શાંત રાખી શકો છો, ધીમી ગતિએ ટ્રાફિકમાંથી બહાર નિકળી શકો છો અને વાંરવાર ક્લચ દબાવવા માટે પગને કસરત પણ કરવી પડતી નથી.
ભારતમાં આવી હેચબેક કાર્સનું ચલણ વધવાના કારણે વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા કેટલાક સારા ફીચર સાથે પેટ્રોલ એન્જીન ધરાવતી ઓટોમેટિક હેચબેક અને બેટરી આધારિત હેચબેક કાર્સને બજારમાં ઉતારી છે. આજે અમે અહીં તસવીરો થકી એવી જ કેટલીક હેચબેક કાર્સ અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ કે જે ભારતીય બજારમાં ધૂમ મચાવી રહી છે અથવા તો ચલણમાં છે.
નોંધઃ- અહીં જે કિંમત અંગે માહિતી આપવામાં આવી છે, તે એક્સ શોરૂમ દિલ્હી અનુસાર છે અને ફ્યુઅલ ઇકોનોમી અંગે જે જણાવાયું છે તે એઆરએઆઇના આંકાડાઓ પર આધારિત છે.

ઓટોમેટિક હેચબેક કાર્સની તુલના
અહીં ઓટોમેટિક હેચબેક કારની તુલાના તેમાં આપવામાં આવેલા ફીચર, તેની કિંમત અને કાર દ્વારા આપવામાં આવતી એવરેજ પર આધારિત છે, તો કાર અંગે વધુ માહિતી જાણવા તસવીરો પર ક્લિક કરો.

મારુતિ સુઝુકી રિત્ઝ
રિત્ઝ ઓટોમેટિક કાર માત્ર વીએક્સઆઇ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ છે અને આ કારને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ કારમાં 1.2 લિટરનુ એન્જીન આપવામાં આવ્યું છે. આ કારમાં એબીએસ, ઇબીડી, પાવર વિન્ડો, ટિલ્ટ સ્ટીયરિંગ જેવા ફીચર અને સુવિધા આપવામાં આવી છે.

મારુતિ સુઝુકી રિત્ઝ
કિંમત: 6.19 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: 4 સ્પીડ
એવરેજ: 17.16 કિ.મી. પ્રતિ લિટર

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
આઇ10 કરતા ગ્રાન્ડ આઇ10 શહેરી કાર તરીકે વધારે સારી છે. કારણ કે કારમાં જે ઇન્ટેરિઅર્સ આપવામાં આવ્યું છે, તે સારું છે. તેમજ આ કારમાં જે ટ્રાન્સમિશન છે તે તમે આ પહેલા આઇ20માં જોઇ ચૂક્યા છો અને આ તેની જેમ જ કાર્ય કરે છે. જોકે આ કાર રિત્ઝ કરતા નબળી છે, તેની પાછળનું કારણ આ કારમાં એબીએસ, ઇબીડીની અનઉપસ્થિતિ છે.

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમત: 5.95 લાખ રૂપિયા (સ્પોર્ટ્ઝ) અને 6.23 લાખ રૂપિયા (એસ્ટા)
ટ્રાન્સમિશન: 4 સ્પીડ
એવરેજ: 18.9 કિ.મી. પ્રતિ લિટર

હોન્ડા બ્રાયો
સિટી ઓટોમેટિક કારમાં જે પણ પ્રકારની સુવિધા અને ફીચરની જરૂર રહે છે તે તમામ જરૂરિયાતો પર હોન્ડાની બ્રાયો ખરી ઉતરે છે. આ કારમાં રિફાઇન્ડ હોન્ડા એન્જીન છે, 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન, છે, જે હુન્ડાઇ અને મારુતિ કરતા ઓફર કરવામાં આવતા કરતા વધારે છે. તેથી આ કાર મારુતિ રિત્ઝ અને હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 કરતા સારું પર્ફોર્મ કરે છે. આ કારમાં તમને એબીએસ, ઇબીડી અને ફ્રન્ટ એરબેગ્સ સ્ટાન્ડર્ડ અવસ્થામાં મળે છે.

હોન્ડા બ્રાયો
કિંમત: 6.12 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: 5 સ્પીડ
એવરેજ: 18.9 કિ.મી. પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ20
આઇ20એ સ્પોર્ટ્ઝ કારમાં ટોપ પર આવે છે અને તેની કિંમત પણ પ્રિમિયમ છે. આ કાર તમને શહેરમાં ચલાવવામાં આરામદાયક લાગી શકે છે. આ કારમાં 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. તેમજ આ કારમાં કેટલાક વૈભવી ફીચર પણ આપવામાં આવ્યા છે.

હુન્ડાઇ આઇ20
કિંમત: 7.88 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: 4 સ્પીડ ઓટોમેટિક
એવરેજ: 15.04 કિ.મી. પ્રતિ લિટર

નિસાન માઇક્રા
નિસાનની માઇક્રા તેમાં આપવામાં આવેલા ઓટોમેટિક ફીચરના કારણે બ્રાયોની ઘણી નજીક જણાય છે. આ કારને હાઇવે તથા શહેરમાં ચલાવવામાં મજા આવે તેવી કાર છે. તેમ છતાં કેટલાક ફીચર એવા છે, જેના કારણે માઇક્રા, બ્રાયોને પાછળ મુકી દે છે. માઇક્રામાં સીવીટી ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તે બ્રાયો કરતા સારી એવરેજ આપે છે.

નિસાન માઇક્રા
કિંમત: 6.49 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: કન્ટિન્યૂઅસલી વેરિએબલ ટ્રાન્સમિશન
એવરેજ: 19.34 કિ.મી. પ્રતિ લિટર

ફોક્સવેગન પોલો જીટી ટીએસઆઇ
ફોક્સવેગનની પોલો જીટી ટીએસઆઇ હોટ હેચબેક કાર છે, જે એવોર્ડ વિનિંગ 1.2 લિટર ટર્બો એન્જીનના કારણે સારું પરફોર્મન્સ આપે છે. તેમજ આ કારમાં 7 સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર હાઇવે માટે પરફેક્ટ કાર છે, તેનો અર્થ એ નથી કે શહેરના ટ્રાફિકમાં આ કાર નબળી સાબિત થશે, પરંતુ આ કાર ઉક્ત જણાવેલી કાર જેવું જ પરફોર્મન્સ શહેરમાં પણ આપે છે.

ફોક્સવેગન પોલો જીટી ટીએસઆઇ
કિંમત: 7.99 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: 7 સ્પીડ ડીએસજી
એવરેજ: 17.2 કિ.મી. પ્રતિ લિટર

મહિન્દ્રા ઇ2ઓ
અમે માત્ર ઓટોમેટિક કાર અંગે જ નથી કહીં રહ્યાં પરંતુ ઇલેક્ટ્રિક કાર ઇ2ઓ પણ ઉક્ત કારની જેમ આ મામલે ખરી ઉતરે તેવી કાર છે, જો તમે પૈસાને વધારે મહત્વ નહીં આપીને પર્યાવરણને વધારે મહત્વ આપવા માગતા હોવ તો મહિન્દ્રાની ઇ2ઓથી શ્રેષ્ઠ કાર એકપણ ન હોઇ શકે. જો તમે આ કારને ફૂલ ચાર્જ કરી દો તો તમે શહેરના છેવાડે જઇને પાછા આવી શકો છો. આ કારની સાઇઝ એવી છેકે તમે તેને ગમે ત્યાં થોડીક જગા મળે તો પણ સહેલાયથી પાર્ક કરી શકો છો. આ કારમાં આરામથી ચાર લોકો બેસી શકે છે.

મહિન્દ્રા ઇ2ઓ
કિંમત: 6.44 લાખ રૂપિયા
ટ્રાન્સમિશન: એનએ
રેન્જ: ફૂલ ચાર્જિંગ કર્યા બાદ 100 કિ.મી.

મંતવ્ય
અહીં જેટલી કાર્સ દર્શાવવામાં આવી છે, તેમાં બ્રાયો સારું પરફોર્મન્સ કરે છે. તેમ છતાં તમે જો મોર પ્રિમિયમ કાર ખરીદવા માંગતા હોવ તો માઇક્રા કાર બ્રાયો કરતા સારી સાબિત થઇ શકે છે. તેમ છતાં તમારું બજેટ સારું હોય તો પોલો જીટી અને આઇ20 પર પણ તમે તમારી પંસદગી ઉતારી શકો છો. તેમ જ તમે જો ઇલેટ્રિક પાવરને વધારે મહત્વ આપવા માગો છો તો તમે મહિન્દ્રાની ઇ2ઓ પર તમારી પસંદગીનો કળશ ઢોળી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
