આ ઈલેક્ટ્રિક SUV માત્ર 580 રૂપિયામાં 1000 કિમીની મુસાફરી કરશે, પેટ્રોલના ખર્ચમાંથી મળશે છૂટકારો
દેશમાં વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ લોકોના ટેન્શનમાં વધારો કર્યો છે. ઇંધણના ખર્ચથી બચવા માટે, લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ તેમની રુચિ વધારી રહ્યા છે.
Tata Nexon EV : દેશમાં વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ લોકોના ટેન્શનમાં વધારો કર્યો છે. ઇંધણના ખર્ચથી બચવા માટે, લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ તેમની રુચિ વધારી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોની તુલનામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની કિંમત ઓછી છે.
જો કે, ઇલેક્ટ્રિક વાહનો થોડા મોંઘા હોય છે, પરંતુ તેનો સોદો ઘણો ફાયદાકારક છે. આજે અમે તમને એક એવી ઇલેક્ટ્રિક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને 520 રૂપિયામાં લગભગ 1000 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

કારની પિક અપ સ્પીડ 9.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાક
અમે Tata Nexon EV વિશે વાત કરી રહ્યા છીએ. લાંબા અંતરની ઇલેક્ટ્રિક એસયુવી સાથે, ટાટા વધુને વધુ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે.
આ કારનીકિંમત 14,24,000 રૂપિયાથી શરૂ થાય છે. આ કાર 9.9 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી લે છે.
આ કાર પરમેનન્ટ મેગ્નેટ એસી મોટર દ્વારા સંચાલિત છે, જે245 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કાર IP67 પ્રમાણિત 30.2 kWh લિથિયમ-આયર્ન બેટરી દ્વારા સંચાલિત છે.

સિંગલ ચાર્જ પર 300 કિમી ચાલશે
Tata Nexon EV એક ચાર્જ પર ઓછામાં ઓછા 300 કિલોમીટર ચાલી શકે છે. Nexon ની બેટરીને 15 amp પ્લગ વડે ઘરે પણ ચાર્જ કરી શકાય છે. જો કે,કંપનીએ 8 વર્ષની બેટરી વોરંટી આપી છે.
એક કલાકથી ઓછા સમયમાં આ કાર 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. બીજી તરફ સ્ટાન્ડર્ડ ચાર્જર પર ચાર્જ થવામાં 7 થી 8કલાકનો સમય લાગશે.
આ સિવાય Tata Nexon EVમાં સનરૂફ, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ડ્યુઅલ એરબેગ્સ, ISOFIXચાઈલ્ડ સીટ, EBD સાથે ABS જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

580 રૂપિયામાં 1000 કિમી દોડશે
SUVમાં 30.2 kwh ની બેટરી છે. આવી સ્થિતિમાં જો જોવામાં આવે તો તેને ફુલ ચાર્જ કરવા માટે 30.2 યુનિટ વીજળીનો ખર્ચ થશે એટલે કે જો રૂપિયા 6/યુનિટવીજળીનો દર ગણવામાં આવે તો એકવાર ફુલ ચાર્જ કરવા માટે 181.2 રૂપિયાનો ખર્ચ થશે અને પછી તે 312 કિમી ચાલશે.
આ રીતે તેની પ્રતિ કિલોમીટર કિંમત 58પૈસાની નજીક હતી. તેથી કહી શકાય કે, કારને 1000 કિમી ચલાવવા માટે 580 રૂપિયામાં વીજળીનો ખર્ચ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
