કિંગ ખાને ખરીદી મર્સીડિઝની બોમ્બપ્રૂફ કાર, જાણો ખાસિયત
બૉલીવુડનો બાદશાહ અને કિંગ ખાન કહેવાતા શાહરુખ ખાને પણ મર્સીડિઝ બેન્ઝની બોમ્બપ્રૂફ કાર ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા(1.6 મિલિયન ડોલર) માનવામાં આવી રહી છે. નોંધનીય છેકે, થોડા સમય પહેલા માફિયા દ્વારા શાહરુખને ધમકી મળી હોવાના અહેવાલ આવ્યા હતા અને તેના એસોસિએટ્સ અને પ્રોડ્યુસર અલિ મોરાનીના જહૂ સ્થિત ઘર પાસે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેને લઇને તે પોતાની સુરક્ષા પર જોખમનો અહેસાસ કરી રહ્યો હતો.
શાહરુખે ખરીદેલી કારની ખાસિયત એ છેકે તે બોમ્બપ્રૂફ છે. તેના પર બોમ્બનો વરસાદ કરવામાં આવે તો પણ તેમાં બેસેલી વ્યક્તિને કોઇ અસર થશે નહીં. મર્સીડિઝના આ મોડલની કાર ભારતમાં ગણ્યાગાંઠ્યા લોકો પાસે જ છે. જેમાં આમિર ખાન અને કેટલાક ઉદ્યોગપતિઓ સામેલ છે. નોંધનીય છેકે આમિર ખાને પણ પોતાના શો સત્યમેવ જયતે માટે પ્રવાસ ખેડવાનો હોવાના કારણે આ કારની ખરીદી કરી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કારની ખાસિયતોને.

બોમ્બપ્રૂફ કાર
આ કારને બોમ્બપ્રૂફ બનાવવા માટે ખાસ સ્ટીલનો ઉપયોગ કારની બોડીમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કારમાં અન્ડરબોડી આર્મરિંગ છે, જે કારની નીચે રાખવામાં આવેલા એક્સપ્લોસિવ સામે પણ રક્ષા કરે છે.

મર્સીડિઝની બોમ્બપ્રૂફ કાર
આ કારની સુરક્ષા અંગે એવું કહેવામાં આવે છેકે આ કારનું એ પ્રકારને નિર્માણ કરવા આવ્યું છેકે તેના પર શૂટિંગ કરવામાં આવે અથવા તો એક્સપ્લોડને ફેંકવામાં આવે તો પણ તેનો માર તે સહી શકે છે. આ કારમાં અન્ય કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. જોકે તેની ડિઝાઇન અન્ય કોઇ એસ ક્લાસ મર્સીડિઝ બેન્ઝ જેવી જ છે.

એસ600 કારનું એન્જીન
આ કારના એન્જી અંગે વાત કરવામાં આવે તો તેમાં 6.0 લિટર વી ટ્વિન ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 527 બીએચપી પાવર અને 830 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરી શકે છે.

કારના અન્ય ફીચર્સ
આ કારમાં પેનિક અલાર્મ સિસ્ટમ, હાડ્રોલિક સાઇડ વિન્ડોઝ, જીમ્બલ રીયર એલઇડી રીડિંગ લેમ્પ્સ, ઇમરજન્સી ફ્રેશ એર સિસ્ટમ, ન્યૂ રીયર કૂલિંગ કોમ્પાર્ટમેન્ટ અને હીટેડ વિન્ડસ્ક્રીન તથા સાઇડ વિન્ડોઝ આપવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
