તમે ક્યારેય નહીં જોઇ હોય આવી આશ્ચર્ય પમાડે તેવી બાઇક
ઓટોમોબાઇલ જગતમાં સમયાંતરે કંઇક નવા પ્રયોગો થતા રહે છે, જે સમયાનુસાર આધુનિક અને વધારે હેરાન કરનારા હોય છે. તાજેતરમાં જ અમે તમને રસ્તા પર દોડી શકે અને હવામાં ઉડી શકે તેવી કાર અંગે જણાવ્યું હતું. આ વખતે અમે તમને એક એવી બાઇક અંગે જણાવી રહ્યાં છીએ, જેને જોઇને નક્કી તમે એવું જ વિચારશો કે આ બાઇક છે કે પછી કોઇ સ્પોર્ટ કાર.
જી હાં, હેવી એન્જીન, દમદાર વ્હીલ્સ અને આકર્ષક લુકના કારણે તેને જોઇને કોઇપણ એવું નહીં કહે કે, આ બાઇક છે. આને બનાવનારા એપણ આ બાઇક અને કારની વચ્ચેની કડી માની છે, પરંતુ તેને ચલાવવાની રીતથી તેને બાઇકની શ્રેણીમાં રાખવામાં આવે છે અને તેને ક્વાડ સાઇકલનું નામ આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ આશ્ચર્ય પમાડે તેવી ક્વોડ સાઇકલ લેજેરેથ વજૂમાને.

અજીબો ગરીબ બાઇક
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ આ અજીબો ગરીબ બાઇકને.

બાઇકનું નામ
આ બાઇકનું નામ લેજેરેથ વજૂમા છે. લેજેરેથ વજુમાનું નિર્માણ ફ્રાંસની જાણીતી કસ્ટમ કાર અને બાઇક નિર્માતા લેજેરેથે કર્યું છે.

બેસી શકે છે માત્ર એક જ વ્યક્તિ
માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે અને દેખાવમાં તે કોઇ હોલિવુડ ફિલ્મની સુપરબાઇક જેવી લાગે છે. કદાચ તમે ક્યારેક આવી બાઇકને વીડિયો ગેમ્સમાં પણ જોઇ હશે.

આ બાઇકની સૌથી ખાસ વાત
આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે આ બાઇકમાં ઇટલીની જાણીતી સ્પોર્ટ કાર નિર્માતા કંપની ફેરારીના દમદાર 3 લીટરની ક્ષમતાના વી8 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે બાઇકને 250 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

બીએમડબલ્યુના ગિયર બોક્સનો પ્રયોગ
લેજેરેથ વજૂમામાં કંપનીએ બીએમડબલ્યુની શાનદાર સિડાન કાર એમ3ના 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે.

બાઇકનું વજન
તમને જણાવી દઇએ કે આ બાઇકનું વજન 650 કેજી છે, પરંતુ વજન અનુસાર આ શાનદાર શક્તિ પ્રદાન કરે છે. જી હાં, આ 384 બીએચપી પ્રતિ ટન જેટલી શક્તિ ઉત્પન્ન કરે છે. જે ફેરારીની શાનદાર સ્પોર્ટ કાર 458 ઇટૈલિયા અનુસાર છે.

બાઇકની સર્વાધિક સ્પીડ
જો તમે આ બાઇકને તેની સર્વાધિક સ્પીડમાં ભગાવવામાં સફળ થઇ ગયા તો આ બાઇક લગભગ 322 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા સાથે વાતો કરવા સક્ષમ છે.

બાઇક સંપૂર્ણપણે ખુલ્લી
અમે અહીં સફળ શબ્દનો એટલા માટે ઉપયોગ કર્યો છે, કારણ કે આ બાઇક સંપૂર્ણપણે ઓપન છે અને 322 કિમી પ્રતિ કલાકની ઝડપ પર બાઇકમાં પોતાની જાતને સંભાળવી કપરી થઇ શકે છે.

કુલ 4 વ્હીલનો ઉપયોગ
આ બાઇકમાં કુલ 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેખાવે એક ફોર્મુલા વન કાર જેવા છે.

ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ
વજૂમા વી8 એફમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ભારે વજન હોવા છતાં પર સમયસર વ્હીલને વાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ બાઇકના વ્હીલમાં 18 ઇંચ મોનો રિંમનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વ્હીલનો આકાર
વજૂમા વી8 એફના આગળના વ્હીલનો આકાર કંઇ આવો છે
આગળના વ્હીલઃ 285‐30ZR18
પાછળના વ્હીલઃ 315‐30ZR18

આ પહેલા પણ બનાવાઇ છે આ પ્રકારની બાઇક
એવુ નથી કે આ પ્રકારની બાઇકનું પહેલીવાર નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલા આ બાઇક જેવી જ વજૂમા આર1 પણ બનાવવામાં આવી હતી.

બાઇકની કિંમત
વજૂમા વી8ની કિંમત તેના આકાર પ્રમાણે ઘણી જ વધારે છે, જી હાં, આ બાઇકની કિંમત અંદાજે 260,000 ડોલર છે.

આ લિગલ બાઇક નથી
એક ખાસ વાત એ પણ છે કે આ હાલ રોડ લિગલ બાઇક નથી. એટલે કે તેને સામાન્યતઃ રસ્તા પર ચલાવવાની અનુમતિ આપવામાં આવી નથી. તેથી તેની સવારી કરવા માટે થોડો સમય રાહ જોવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
