ટાટા નેનો વિષે 15 રસપ્રદ જાણકારીઓ
ટાટા નેનાનું નામ વિશ્વમાં બધાના મોઢે ત્યારે ચઢ્યું જ્યારે તે દુનિયાની સૌથી સસ્તી કાર તરીકે પહેલી વાર પ્રસ્તુત થઇ. જો કે "પાસ્ટ ઇઝ પાસ્ટ". હવે નેનો એક સસ્તી કાર નથી રહી.
પણ હા નેનો છે "નાના બોક્સમાં મોટો ધમાકો" કારણ કે તેની સાઇઝના હિસાબે તેમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. વધુમાં હાલમાં નેનો એર કંડિશન, પાવર સ્ટેરિંગ અને પાવર વિંડો જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
તો ચલો આજે અમે તમને આ નેનો વિષે કેટલીક રોચક માહિતીઓ જણાવીએ. તો નેનો વિષે આ 15 રોચક માહિતીઓ જાણવા માટે જોતા રહો આ ફોટો સ્લાઇડર...

લોન્ચ
ટાટા નેનો જ્યારે લોન્ચ થઇ ત્યારે તેમાં પાવર સ્ટેરિંગ નહતું. એટલું જ નહીં તેના ટોપ વેરિયન્ટ મોડેલમાં પણ સામાન્ય સ્ટેયરિંગ જ હતું. જો કે ત્યારબાદ તેના નવા મોડેલમાં ઇલેક્ટ્રિક અસિસ્ટેડ પોવર સ્ટેરિંગ આવ્યું.

નવી નેનો
હવે તેના નવા મોડેલોમાં એસી, પાવર વિંડો અને મ્યુઝિક સિસ્ટમ જેવી બેઝિક સુવિધાઓ આપવામાં આવી છે.

ગિનિઝ બુક
2009માં જ્યારે નેનો લોન્ચ થઇ ત્યારે તેનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી નાની કાર તરીકે નોંધવામાં આવ્યું હતું.

બંપર
જો નેનોને બંપર ટુ બંપર માંપવામાં આવે તો તે મારુતિ 800થી પણ નાની છે. તેમ છતાં તેમાં સ્પેસ વધારે છે.

પૈંડા
નેનોના પૈંડાને સાચવવા માટે ખાલી ત્રણ જ બોલ્ટ છે. જ્યારે મોટાભાગની ગાડીઓના ટાયરમાં ચાર બોલ્ટ હોય છે.

બૂટ
શરૂઆતની નેનોમાં સમાન રાખવા માટે બૂટ ખોલવાની વ્યવસ્થા નહતી કારણકે તેમ કરતા કારનો ખર્ચો વધી જતો હતો. જો કે હવેની નેનોમાં આ સુવિધા છે.

પેટ્રોલ
નેનોમાં પેટ્રોલ અને ડિઝલ નાંખવા માટે ગાડીનું બોનેટ ખોલવું પડે છે.

સ્પેર વ્હીલ
એટલું જ નહીં તમને બોનેટ ખોલતા જ મળી જશે સ્પેર વ્હીલ. નેનોમાં સ્પેર વ્હીલ પાછળ નહીં આગળ હોય છે.

પાવર વિંડા
નેનોમાં પાવર વિંડા ડ્રાઇવર સીટ અને પેસેન્જર સીટની વચ્ચે છે. અને જો તમારે પાવર વિંડો જોયતી હોય તો તે માટે તમારે એક્ટ્રા ખર્ચો કરવો પડશે.

ગ્રાઉન્ડ ક્લીયરન્સ
ટાટા નેનોમાં ગ્રાઉન્ડ ક્લીયરન્સ 180 એમએમ છે જે બોલેરો અને સ્કોર્પિયો જેવી કારોમાં હોય છે.

સેન્ટર કંસોલ
નેનોમાં સેન્ટર કંસોલ છે. જેનાથી સ્ટેરિંગની સાઇડ બદલવામાં સરળતા રહે છે.

પેટંટ
ટાટા મોટર્સ અને ટેકનોલોજીએ, ઇનોવેશ માટે 34 પેટંટ એપ્લાય કર્યા છે આ ગાડીને બનાવા માટે.

વેચાણ ધટ્યું
જ્યારે ટાટા નેનો લોન્ચ થઇ હતી ત્યારે તેના વેચાણમાં જે ધરખમ વધારો થયો હતો તેવો ક્રેઝ હવે નેનોને લઇને લોકોમાં નથી હવે તેની કિંમત વધતા વેચાણ ધટ્યું છે.

પ્લાસ્ટિક
વેલ્ડિંગમાં થતા ખર્ચાને અટકાવા નેનોના શરૂઆતી મોડેલમાં પ્લાસ્ટિક અને એડહીસિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નાનો
ગુજરાતીમાં નાનો કહેવાતી નેનો ટેકનોલોજી તેની નાની પણ ધમકેદાર પર્ફોર્મન્સ માટે વખણાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
