હવે ઘરે બેઠાં મેળવી શકશો ડ્રાઈવિંગ લાઈસન્સ, જુલાઈથી બદલાશે આ નિયમ
હવે ઘરે બેઠાં મેળવી શકશો ડ્રાઈવિંગ લાઈસન્સ, જુલાઈથી બદલાશે આ નિયમ
આગામી 1 જુલાઈથી લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવાના નિયમ બદલી જશે. આ બદલાવ બાદ તમારે લર્નિંગ લાઈસેંસ બનાવવા માટે RTOના ધક્કા નહી ખાવા પડે, બલકે ઘરે બેઠા જ તમે તમારું લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેન્સ મેળવી શકશો, જેને તમે ઈચ્છો ત્યારે પ્રિંટ કરાવી શકશો. લોકો સુધી આ સુવિધા પહોંચાડવા માટે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સારથી સૉફ્ટવેરમાં જરૂરી બદલાવ કર્યા છે. જે બાદ લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવું આસાન થઈ જશે. તમે ઘરે બેઠાં આ સુવિધાનો લાભ કેવી રીતે ઉઠાવી શકો છો, આવો જાણીએ...

ઑનલાઈન લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેન્સ બનાવવા માટે તમારે તમારા રાજ્યની પરિવહન વિભાગની વેબસાઈટ પર જવું પડશે. આની સાથે જ તમે https://parivahan.gov.in અથવા sarathiservice/newLLDet.do પર જઈ ઓનલાઈન અરજી કરી શકશો.
ઓનલાઈન લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવા માટે તમારે તમારું આધાર કાર્ડ લિંક કરાવવું પડશે. જે બાદ તમે લર્નિંગ ડીએલની ફી જમા કરી શકો છો. જેના થોડા દિવસ બાદ જ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ ઓનલાઈન તમારી પાસે આવી જશે.
લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેન્સ બનાવવા માટે હવે ઑનલાઈન ટેસ્ટ થશે. જેને તમે ઘરેથી અથવા કોઈપણ સાઈબર કેફેથી આપી શકો છો. પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, જે લોકો ટેસ્ટમાં પાસ થશે માત્ર તેમને જ લર્નિંગ લાઈસેન્સ જાહેર કરવામાં આવશે, જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકાય છે.
પરિવહન વિભાગ મુજબ આ સુવિધાનો લાભ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં મળશે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આ સેવા જલદી જ શરૂ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
