વીડિયો: કારમાં રાખેલી પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે
આગ અને પાણી એકબીજા કરતા ખુબ જ અલગ છે. આગને ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીયે છે. પરંતુ તમને જાણીને અચરજ થશે કે એક પાણીની બોટલ તમારી કારમાં આગ લગાવી શકે છે.
આગ અને પાણી એકબીજા કરતા ખુબ જ અલગ છે. આગને ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીયે છે. પરંતુ તમને જાણીને અચરજ થશે કે એક પાણીની બોટલ તમારી કારમાં આગ લગાવી શકે છે. જે પાણી આગ ઓલવવા માટે વપરાય છે, તે પાણી આગ લગાવી પણ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે સારું રહેશે કે તમે કારમાં પાણીની બોટલ ના છોડો, નહિ તો ભયંકર દુર્ઘટના થઇ શકે છે.
આ પણ વાંચો: ગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર, જાણી લો આ નવા નિયમ

પાણીની બોટલથી આગ લાગી શકે છે
ગરમી શરુ થઇ ચુકી છે. આટલી ગરમીઓમાં હંમેશા આપણી પાસે પાણીની બોટલ રાખવાની સલાહ આપવામાં આવે છે. પાણી રાખવું જરૂરી છે પરંતુ તેની સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. ગરમીના સમયમાં પાણીની બોટલ કારમાં ક્યારેય પણ નહીં છોડવી જોઈએ. ખાસ કરીને જયારે પાણીની બોટલ પ્લાસ્ટિકની હોય ત્યારે ખતરો વધી જાય છે. ગરમીઓમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી કારમાં છોડવું ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી કારમાં આગ પણ લાગી શકે છે.

કઈ રીતે પાણીથી આગ લાગી શકે છે
કારમાં રાખેલી પ્લાસ્ટિકની પાણીની બોટલમાં પણ આગ લાગી શકે છે. પ્લાસ્ટિક બોટલ અને તેની અંદર રાખેલું પાણી મેગ્નિફાઇડ ગ્લાસ મુજબ કામ કરે છે. જયારે ઘણા સમય સુધી તેના પર સૂરજનો પ્રકાશ પડે છે તેનું ફોકસ ગાડીની સીટના ફેબ્રિક પર પડે તેવા સમયે તેનું તાપમાન 250 ડિગ્રી સુધી જઈ શકે છે. તેને કારણે કારની સીટ પર આગ લાગી શકે છે.

તેનો વીડિયો
અમેરિકાના ઈહાદો પાવર કંપનીમાં કામ કરનાર એક બેટરી ટેક્નિશિયનનો જણાવ્યું. આ વીડિયોમાં ટેક્નિશિયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેવી રીતે ટ્રકમાં રાખેલી પાણીની બોટલને કારણે આગ લાગી શકે છે. તેને ટ્રકમાં પાણીની બોટલને કારણે ટ્રકની સીટ પર આગ લાગવાનો વીડિયો કેપ્ચર કર્યો. પરંતુ ધુમાડો ઉઠતા જોઈ તેને આગને ઓલવીને ટ્રકને સળગવાથી બચાવી લીધું. તેવામાં સલાહ છે કે ગાડીમાં ભારે ગરમી સમયે પાણીની બોટલ નહીં રાખવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
