આ રસ્તાઓ પર કાર ચલાવવાની હોય છે દરેકની ઇચ્છા
ટ્રાવેલ કરવુ દરેકને ઘણું જ પસંદ હોય છે, ખાસ કરીને યાત્રા જ્યારે કોઇ રોમાંચક રસ્તાઓની હોય. રોમાંચક રસ્તાઓ એટલે કે એવા રસ્તાઓ જે પોતાના આકાર અને પ્રકારથી તમને રોમાંચિત કરી દે છે. વિશ્વભરમાં એવા ઘણા બધા રસ્તાઓ છે, જેને જોઇને તમે એકવાર જરૂરથી તેના પર યાત્રા કરવાનું વિચારશો. જી હાં, આ અજીબો-ગરીબ રસ્તા ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તૈયાર કરવામાં આવ્યા છે અને માનવીને ચાલવાલાયક બનાવ્યા છે.
જેવી રીતે ધરતીનો દરેક ભાગ સમતલ નથી, તેવી જ રીતે આખા વિશ્વના રસ્તાઓ પણ એક સમાન નથી, ક્યાંક ઉતાર છે તો ક્યાંક ચઢાવ છે. કેટલાક આવા જ શાનદાર રસ્તાઓનો એક ખાસ સંગ્રહ અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જને જોઇને તમે નિશ્ચિત આશ્ચર્ય પામશો અને તમે એકવાર તમારા જીવનમાં આ રસ્તાઓ પર પોતાની મનપસંદ કાર લઇને ફરવાનું નક્કી કરશો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ. વિશ્વના કેટલાક આશ્ચર્ય પમાડતા રસ્તાઓ.

વિશ્વના કેટલાક આશ્ચર્યજનક રસ્તાઓ
આ મોરેક્કોનો રસ્તો છે, જેને ડેજેજ જ્યોર્જના નામથી ઓળખવામાં આવે છે. આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ વિશ્વના કેટલાક આશ્ચર્ય પમાડતા રસ્તાઓ.

હાઇવે 1, કેલિફોર્નિયા
આ કેલિફોર્નિયાના હાઇવે 1ની તસવીર છે, જ્યાં પર તમે જોઇ શકો છો કે, સમુદ્ર પાસેથી નીકળે છે. જે રસ્તામાં એક બ્રિજથી જોડાયેલી છે.

ફુર્કા પાસ, સ્વિત્ઝરલેન્ડ
વિશ્વના સૌથી સુંદર સ્થળોમાની એક સ્વિત્ઝલેન્ડનું આ ફુર્કા પાસ છે. જેના પર્વતો પર એક તરફ સાંપની જેમ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

એટ્લાન્ટિક રોડ, નોર્વે
આ રસ્તો જે એક બ્રિજથી જોડાયેલો છે. જેનું નિર્માણ નોર્વેમાં એટ્લાન્ટિક પર તૈયાર કરવામાં આવ્યું છે. આ રસ્તા પર કાર ચલાવતી વખતે તમને કોઇ ક્રૂઝ અથવા શિપ પર હોવાનો અનુભવ કરશો.

વ્હાઇટ રિમ રોડ, ઉટા
આ રોડ ઉટાના કૈનનલેન્ડ્સ નેશનલ પાર્ક માટે બનાવવામાં આવ્યો છે. ચારેકોર લાલ પર્વતોથી ઘેરાયેલા આ રસ્તાઓનો નજારો ઘણો જ આકર્ષક લાગે છે.

ટિયાનમેન માઉન્ટેન રોડ, ચીન
આ રોડનું નિર્માણ ચીનના જાણીતા પર્વત ટિયાનમેન પર કરવામાં આવ્યો છે. પર્વતોને સિઠીનુમા કાપીને આ રસ્તાનું નિર્માણ કરવામા આવ્યું છે. આ હુનાનમાં સ્થિત છે.

ટિયાનમેન માઉન્ટેન, ચીન
આ રસ્તાની આ બીજી તસવીર છે.

સેવેન માઇલ બ્રિજ
આ વિશ્વના સૌથી સુંદર અને વિશાળ પુલોમાના એક છે. જેનું નિર્માણ ફ્લોરિડામાં સમુદ્ર તટ પર કરવામાં આવ્યું છે. આ લગભગ 7 માઇલ એટલે 21 કિમી લાંબો બ્રિજ છે.

ચેમ્પિયન્સ પિક ડ્રાઇવ, દક્ષિણ આફ્રિકા
આ રસ્તાને ચેમ્પિયન્સ પિક ડ્રાઇવના નામથી ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં કરવામાં આવ્યું છે, એક તરફ પર્વત અને બીજી તરફ સમુદ્ર રોમાંચ ભરી દે છે.

સ્ટેલવિયો પાસ, ઇટલી
ઇટલી શરૂઆતથી જ પોતાની બેજોડ ટેક્નિક અને સુંદરતા માટે જાણીતું છે. તેમા એક આ પણ છે, સ્ટેલવિયો પાસ, પર્વતને કોઇ મામુલી કેકની જેમ કાપીને રસ્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાંપ જેવી આકૃતિ ભલ-ભલાના હોશ ઉડાવી દીધા છે.

કોલ ડે ટૂરિની, ફ્રાન્સ
આ ફ્રાન્સનો રસ્તો કોલ ડે ટૂરિની છે.

ગુઆલિયાંગ ટનલ રોડ, ચીન
તમને આ કોઇ બોક્સની જેમ લાગી રહ્યું હશે, આ ગુઆલિયાંગ ટનલ રોડ છે, જે ચીનના જાણીતા પર્વત ગુઆલિયાંગને વચ્ચેથી કાપીને બનાવવામાં આવ્યું છે. પર્વતની અંદર એક સુરંગ બનાવીને તેમાંથી વચ્ચે-વચ્ચે બારી બનાવવામાં આવી છે.

ડેનાલી હાઇવે અલાસ્કા
ઘણો જ સામાન્ય દેખાતો આ હાઇવે, વાસ્તવમાં સામાન્ય નથી. આ હાઇવે ગાઢ જંગલોની વચ્ચે થઇને નીકળે છે. આ ખાસ વાત એ છે કે અનેક જગ્યાએ ટર્ન પર તમને જાણી નહીં શકાય કે આખરે આ રસ્તો ક્યાં જાય છે.

કારાકોમર હાઇવે, ચીન-પાકિસ્તાન
આ હાઇવે ચીન અને પાકિસ્તાન વચ્ચેનો હિસ્સો છે, એક તરફ હિમાલય જેવા વિશાળ પર્વત, બીજી તરફ ઠંડા પર્વતો વચ્ચે આ હાઇવે પર કોઇને રોમાંચિત કરવા પુરતા છે.

સાની પાસ, દક્ષિણ આફ્રિકા
આ રોડ સાની પાસ છે, જે ક્વાજૂલૂ નટાલ દક્ષિણ આફ્રિકામાં આવ્યું છે.

રૂટા 40, અર્જેન્ટિના
આ રૂટા 40 છે, જે અર્જેન્ટિનામાં છે.

ગોઇંગ ટૂ ધ સન રોડ, મોનટાના
આ રસ્તો મોનટાનાના પર્વતોને કાપીને બનાવવામાં આવ્યો છે. એક તરફ મોનટાનાના પર્વતો છે અને બીજી તરફ હજારો ફૂટ ઉંડી ખાણ છે. અહી વાહન ચલાવવા એ એક પડકાર સમાન છે.

ધ મીલિયન ડોલર હાઇવે
આ હાઇવે અમેરિકાના કોલોરાડોમાં બનાવવામાં આવ્યું છે. જેનું નામ હી ધ મીલિયન ડોલર હાઇવે છે. આ એટલું જ આરામદાયક અને ડાર્ક બ્લેક હાઇવે છે કે તમને અહેસાસ જ નહીં થાય કે તમે કાર ડ્રાઇવ કરી રહ્યાં છો.

ટ્રોલિસ્ટીજેન રઉમા, નોર્વે
ટ્રોલિસ્ટીનજેન રઉમા, બન્ને તરફથી પર્વતોથી ઘેરાયેલો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
