કમ્પૅરિઝનઃ નવી ટોયોટા ઇટિયોસ ઝીલી શકશે આ કાર્સની ટક્કર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દરરોજ એક નવી કાર લોન્ચ થઇ હોવાના અહેવાલ મળે છે, તો કેટલીક કાર નિર્માતા કંપનીઓ પોતાની જૂની અને લોકપ્રિય કારને અપગ્રેડ કરીને ફરીથી બજારમાં લોન્ચ કરે છે અને પોતાના વેચાણના વ્યાપને વધારવાનો પ્રયાસ કરે છે. ભારતમાં હેચબેકની જેમ સેડાન કાર્સનું પણ ચલણ વધારે છે. ભારતીય રસ્તાઓ પર આપણને સેડાન કાર્સની પણ નોંધપાત્ર હાજરી જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ પોતાની સેડાન કાર બજારમા ઉતારતી હોય છે.
કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા પોતાની સેડાન કારના લેટેસ્ટ વર્ઝનને બજારમા ઉતાર્યું છે. નવી ઇટિયોસની પ્રારંભિક કિંમત 5.7 લાખ રૂપિયા રાખવામાં આવી રહી છે. કંપનીને પોતાની આ કાર પ્રત્યે ઘણી જ આશા છે. તો બજારમાં તેને સ્પર્ધા આપી શકે તેવી અનેક કાર્સ ઉપલબ્ધ છે, જેમાંથી અમે ત્રણ એવી કાર્સ લઇને આવ્યા છીએ, જેની સાથે ઇટિયોસ લિવાની જોરદાર ટક્કર થશે. જેમાં મારુતિ સુઝુકી સિયાઝ, હુન્ડાઇ વેર્ના અને હોન્ડા અમેઝ છે. તો ચાલો તસવીરો થકી આ કાર્સની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, ડિમેન્શન અને સેફ્ટી ફીચર્સ અંગે માહિતી મેળવીએ.

કિંમત અંગે સરખામણી
ટોયોટા ઇટિયોસની કિંમતઃ- 5.7થી 8.2 લાખ રૂપિયા
હોન્ડા અમેઝની કિંમતઃ- 5થી 8.2 લાખ રૂપિયા
મારુતિ સુઝુકી સિઆઝની કિંમતઃ- 7થી 9.8 લાખ રૂપિયા
હુન્ડાઇ વેર્નાની કિંમતઃ- 7.4થી 11.7 લાખ રૂપિયા

એન્જીન અંગે સરખામણીઃ ટોયોટા ઇટિયોસ
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 પીએસ અને 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી-4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક

એન્જીન સ્પેસિફિકેશનઃ- હોન્ડા અમેઝ
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 88 પીએસ અને 109 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 98.6 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક

એન્જીન સ્પેસિફિકેશનઃ- મારુતિ સુઝુકી સિઆઝ
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.50 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક

એન્જીન સ્પેસિફિકેશનઃ- હુન્ડાઇ વેર્ના
પેટ્રોલ એન્જીનઃ- 1.6 વીટીવીટી, 121 બીએચપી, 158 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1582 સીસી, 1.6 લિટર 16 વી સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 126.2 બીએચપી અને 1900- 2750 આરપીએમ પર 259.8 એનએમ ટાર્ક

ડિમેન્શન્સઃ- ટોયોટા ઇટિયોસ
લંબાઇઃ- 4265 એમએમ પહોળાઇઃ- 1695 એમએમ ઉંચાઇઃ- 1510 એમએમ વ્હીલબેઝઃ- 2550 એમએમ

ડિમેન્શન્સઃ- હોન્ડા અમેઝ
લંબાઇઃ- 3990 એમએમ પહોળાઇઃ- 1680 એમએમ ઉંચાઇઃ- 1505 એમએમ વ્હીલબેઝઃ- 2405 એમએમ

ડિમેન્શન્સઃ- મારુતિ સુઝુકી સિઆઝ
લંબાઇઃ- 4490 એમએમ પહોળાઇઃ- 1730 એમએમ ઉંચાઇઃ- 1485 એમએમ વ્હીલબેઝઃ- 2685 એમએમ

ડિમેન્શન્સઃ- હુન્ડાઇ વેર્ના
લંબાઇઃ- 4370 એમએમ પહોળાઇઃ- 1700 એમએમ ઉંચાઇઃ- 1475 એમએમ વ્હીલબેઝઃ- 2570 એમએમ

એવરેજ અંગે સરખામણી
ટોયોટા ઇટિયોસની એવરેજઃ- 13.5 કેએમપીએલ શહેરમાં અને 16.78 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.32 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
હોન્ડા અમેઝની એવરેજઃ- 13.3 કેએમપીએલ શહેરમાં અને 15.5 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 21 કેએમપીએલ શહેરમાં અને 25.8 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
મારુતિ સુઝુકી સિઆઝની એવરેજઃ 15.24 કેએમપીએલ શહેરમાં અને 19.12 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 22.4 કેએમપીએલ શહેરમાં અને 26.3 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
હુન્ડાઇ વેર્નાની એવરેજઃ- 13.4 કેએમપીએલ શહેરમાં અને 17.1 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 19.16 કેએમપીએલ શહેરમાં અને 22.32 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
