ફૂટબોલના ચાહક છો? તો જરૂર પસંદ કરશો શેવરોલેની આ કાર્સને
શેરવોલે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર યુનાઇટેડને પ્રમોટ કરી રહી છે. જનરલ મોટર્સ ઇન્ડિયાએ માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેના જોડાણની ઉજવણીના ભાગરૂપે લિમિટેડ એડિશન મોડલ્સ પણ તૈયાર કરી લીધા છે. આ સ્પેશિયલ એડિશન ભારતમાં બીટ અને સેઇલ હેચબેક થકી જોવા મળશે. શેરવોલે દ્વારા પોતાની આ બન્ને હેચબેક કાર્સનું વેચાણ એલએસ-ટ્રિમમાં જ કરવામાં આવશે.
જોકે કંપની દ્વારા ગ્રાહકોને ઉક્ત બન્ને કારમાં પેટ્રોલ અને ડીઝલ એમ બે ઓપ્શન આપ્યા છે. ખાસ માન્ચેસ્ટર યુનાઇટેડના લોગો સાથેની સ્પેશિયલ એડિશન કાર લાલ રંગમાં જોવા મળશે, જનરલ મોટર્સ દ્વારા પોતાના આ બન્ને કારને ખાસ માન્ચેસ્ટર યુનાઇટેડ લિમિટેડ એડિશન તરીકે તૈયાર કરી છે.
કંપની દ્વારા આ કાર્સમાં માન્ચેસ્ટર યુનાઇટેડના પોશાકનો ઉપયોગ કર્યો છે. સ્પેશિયલ સીટ કવર્સ, ઇલ્યુમિનિટેડ સિલ પ્લેટ્સ, ટર્ન ઇન્ડિકેટર્સ સાથે ઓવીઆરએમ, રૂફ રેઇલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને ખાસ માન્ચેસ્ટર યુનાઇટેડ બેજીગ એક્સ્લુસિવલી આ કારમાં કંપની દ્વારા આપવામાં આવ્યા છે. ચાલો વધુ તસવીરો થકી જાણીએ.

ભારતીય ફૂટબોલ ચાહકોને ધ્યાનમાં રાખયા
જનરલ મોટર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર્સ અને પ્રેસિડેન્ટ અરવિંદ સક્સેનાએ જણાવ્યું છેકે, ભારતમાં જે ફૂટબોલના ચાહકો છે, તેમના માટે ખાસ શેરવોલે બીટ અને સેઇલ હેચબેકની માન્ચેસ્ટર યુનાઇટેડ એડિશન લોન્ચ કરવા અંગે જાહેરાત કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ મોડેલ્સ લિમિટેડ માત્રામાં જ મળશે. આ મોડેલ્સ શેરવોલે માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે શર્ટ સ્પોન્સરશીપની ઉજવણીના ભાગરૂપે છે.

સ્પેશિયલ એડિશન ઓરિજીનલ કરતા 69 હજાર મોંઘી
તેમણે વધુમાં જણાવ્યું છેકે, આ બન્ને મોડેલ્સને તાજેતરમાં 2014 ભારતીય ઓટો એક્સપોમાં દર્શાવવામાં આવ્યા હતા, જેની ડિઝાઇન જનરલ મોટર્સ ટેક્નિકલ સેન્ટર ઇન્ડિયાના એન્જીનીયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. બેંગ્લોરના ગ્રાહકોમાં તેની ઘણી જ માંગ છે. આ ખાસ ડિઝાઇન કરેલા મોડલની કિંમત ઓરીજીનલ મોડલ્સ કરતા 69 હજાર રૂપિયા વધારે છે.

શેરવોલે ફાસ્ટ મૂવ્સ કોન્ટેસ્ટ
શેરવોલેનો લોગો 23 જુલાઇ 2014ના રોજ માન્ચેસ્ટર યુનાઇટેડના ખેલાડીઓ દ્વારા પહેલીવાર સુશોભિત કરવામાં આવશે. કેલિફોર્નિયામાં અમેરિકન ફૂટબોલ ટીમ એલએ ગેલ્ક્સી સામે આ ઇંગ્લિશ ટીમ પોતાની પહેલી મેચ રમશે. કાર નિર્માણ કરતી કંપની દ્વારા ભારતમાં શેરવોલે ફાસ્ટ મૂવ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે 8 જુલાઇ 2014ના રોજ આખા ભારતમાં યોજાનાર છે અને તેનું પરિણામ 10 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.

બે વિજેતાને મળશે મેચ જોવાના પાસ
જનરલ મોટર્સ દ્વારા બે વિજેતાઓને શેરવોલેની જર્સી અને પહેલી મેચ જોવાના પાસ આપવામાં આવશે. જો તમે ટીકિટ ના પણ જીતો તો તમે તમારી રીતે લિમિટેડ એડિશન માન્ચેસ્ટર યુનાઇટેડ સેઇલ અને બીટ હેચબેકને ખરીદી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
