બીએમડબલ્યુએ લોન્ચ કરી આઇ 3 કાર, જાણો ખાસિયત
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પોતાની નવી કાર બીએમડબલ્યુ આઇ 3ને રજૂ કરી છે. ગત વર્ષે કંપનીએ આઇ 3નું કોન્સેપ્ટ સંસ્કરણ વિશ્વની સામે દર્શાવ્યું હતું, આ વખતે કંપનીએ તેનું ઉત્પાદન સંસ્કરણથી લોકોને રૂબરૂ કરાવ્યા છે. જેમ કે, બીએમડબલ્યુ અંગે પહેલા જ જણાવી ચૂક્યા છીએ કે, કંપની પોતાની આઇ(I) સીરિઝમાં શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
બીએમડબલ્યુએ પોતાની આ નવી ઇલેક્ટ્રિક કારને ન્યુયોર્ક, લંડન અને બેઇજિંગમાં એક સાથે રજૂ કરી છે. કંપની આ કારને ગ્લોબલી લોન્ચ કરવાનું વિચારી રહી છે. હાલ કંપનીએ આ કારને પ્રદર્શિત જ કરી છે. કંપનીએ કારના બે વર્ઝન રજૂ કર્યાં છે. જાણકારોનું માનવું છે કે, કંપની આ અત્યાધુનિક કારને ભારતીય બજારમાં પણ રજૂ કરશે. જો કે, એ અંગે કંપનીએ કોઇ અધિકૃત જાણકારી આપી નથી. તો ચાલો તસવીરો થકી જોઇએ, બીએમડબલ્યુની શાનદાર હાઇબ્રિડ કાર આઇ 3 અંગે.

જાણો શું વિશેષતા છે
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો શું વિશેષતા છે, બીએમડબલ્યુની આ નવી ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર આઇ 3 અંગે.

પ્લગ ઇન હાઇબ્રિડ કાર
બીએમડબલ્યુએ પોતાની આ કારને બે વેરિએન્ટમાં રજૂ કરી છે. જેમાં એક સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કાર છે અને બીજી પ્લગ ઇન હાઇબ્રિડ કાર છે.

250 એનએમનો ટોર્ક
ઇલેક્ટ્રિક વર્જનમાં કંપનીએ રિયર મોટરનો પ્રયોગ કર્યો છે. જેની ક્ષમતા લગભગ 170 હોર્સ પાવર છે, જે કારને 250 એનએમનો ટોર્ક પ્રદાન કરે છે.

128 કિમીથી 160 કિમી સુધી ચાલી શકે
ઇલેક્ટ્રિક વર્ઝન બીએમડબલ્યુ આઇ 3 એકવાર ફૂલ ચાર્જ થયા બાદ, અંદાજે 128 કિમીથી 160 કિમી સુધી ચાલી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે જે આંકડા આપવામાં આવ્યા છે તે વાસ્તવિક છે અને રસ્તા પર આ કાર આટલી જ ચાલશે.

લીથિયમ ઇઓન બેટરી
કંપનીએ આ કારમાં લીથિયમ ઇઓન બેટરીનો ઉપયોગ કર્યો છે. જેની ક્ષમતા 22 કેવીની છે. આ ઉપરાંત આ બેટરીનું વજન 400 પોન્ડ છે.

ઇલેક્ટ્રિક કાર કરતા સારી બેટરી
આ બેટરીની વધુ એક વિશેષતા છે કે, અન્ય ઇલેક્ટ્રિક કારની જેમ તેની બેટરી ચાર્જ કરવા માટે તમારે આખા દિવસની રાહ જોવી નહીં પડે. જો કે, આ કારને ફુલ ચાર્જ કરવા માટે માત્ર 3 કલાક પુરતા છે.

2 સિલિન્ડરયુક્ત શાનદાર પેટ્રોલ જનરેટરનો ઉપયોગ
હાઇબ્રિડ મોડલમાં કંપનીએ 650 સીસી, 2 સિલિન્ડરયુક્ત શાનદાર પેટ્રોલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો કે, આપાત સ્થિતિમાં બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરે છે. એક ઇલેક્ટ્રિક વાહન માલિક માટે આ સૌથી મોટી સમસ્યા હોય છે કે, જો બેટરી ખતમ થઇ ગઇ તો કાર કેવી રીતે ચાર્જ થશે.

હાઇબ્રિડ વર્ઝન
હાઇબ્રિડ વર્ઝન લગભગ 259થી 289 કિમી સુધી સફર કરવાની ક્ષમતા ધરાવે છે, જો કે, એક હાઇબ્રિડ કાર માટે ઘણી સારી છે.

કારમાં સારી સ્પેશ
કંપનીએ આ કારમાં સારી સ્પેશ પ્રદાન કરી છે, ટૂ ડોર હૈચબૈકનો લુક અને શાનદાર સ્પેશનો સંગમ બન્ને જ આ કારમાં છે.

કારના મોડલ
બીએમડબલ્યુ આઇ 3ને કંપનીએ કુલ ત્રણ મોડલમાં રજૂ કરી છે. બીએમડબલ્યુ આઇ 3 કમ્ફર્ટ, બીએમડબલ્યુ આઇ 3 ઇકો પ્રો ,બીએમડબ્લુય આઇ 3 ઇકો પ્રો પ્લસ

કારની સ્પીડ
આ કારને ચાલાક સહેલાયથી 150 કિમી પ્રતિકલાકની ઝડપથી દોડી શકે છે, કંપની દ્વારા જારી આંકડાઓ અનુસાર આ કાર,
0-50 કિમી પ્રતિ કલાક- 3.7 સેકન્ડ
0-100 કિમી પ્રતિ કલાક- 7.2 સેકન્ડ
ટોપ સ્પીડ- 150 કિમી પ્રતિ કલાક.

કાર્બન ફાઇબરનો પ્રયોગ
આ કારમાં કાર્બન ફાઇબરનો પ્રયોગના કારણે આ કારને વજન ઘણું જ ખોટું હોય છે. જેના કારણે આ કાર સહેલાયથી ઝડપી સ્પીડ પકડવા સક્ષમ છે.

કારની અંદર વધુ જગ્યા
બીજી તરફ કારની ફ્રેમનો આકાર પણ ઘણો ઓછો થઇ ગયો છે, જેના કારણે યાત્રીઓ કારની અંદર વધુંમાં વધું જગ્યા મળશે.

કારનો બાહ્ય દેખાવ
કારનો બાહ્ય દેખાવ રિચાર્જ કિમે કર્યો છે. આ કારને પ્રદર્શિત કરતી વખતે કિમે કહ્યું કે વિમાનક્ષેત્ર અને મોંઘી સાઇકલમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનો આકાર અને વજનના અનુપાતનું ઘણું મહત્વ છે અને આ સામગ્રીનો ઉપયોગ વધી રહ્યો છે.

વધુમાં વધુ કાચનો ઉપયોગ
ઉપરાંત કારના દરવાજા, છત અને પાછળના ભાગમાં વધુમાં વધુ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
