શું છે હિંદુ વિવાહમાં 7નું મહત્વ, કેમ 7 ફેરા વગર લગ્ન અધૂરા?
પરંપરાઓ અને સંસ્કૃતિના આપણાં દેશમાં સૌથી મોટો સંસ્કાર વિવાહ છે. વિવાહ દ્વારા માણસ પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરે છે. પોતાના સંતાનોને જન્મ આપી, તેમને સારો ઉછેર આપીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે છે. વૈદિક રીત રીવાજોને માનનાર લોકો સામાન્ય રીતે કહે છે કે જ્યાં સુધી લગ્નના સાત ફેરા ન લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ લગ્ન અધૂરા છે.
જ્યાં સુધી સાત ફેરા ન થાય ત્યાં સુધી પતિ-પત્ની નહિં...
આ સાત ફેરા જ દંપતિને સાત જન્મ સુધીના સાથી બનાવે છે. પરંતુ શું આપે કદી વિચાર્યું છે કે હંમેશા સાત ફેરા કે સાત જન્મની વાત જ કેમ થતી હોય છે.

અઠવાડિયું 7 દિવસનું
કહેવામાં આવે છે કે વર્ષને નાનું કરવા માટે સમયને અઠવાડિયામાં વહેચવામાં આવ્યો. અઠવાડિયુ સાત દિવસનું હોય છે, અને પતિ-પત્નીને સાથે રાખવા માટે સાત ફેરા અને સાત જન્મની વાત કરવામાં આવે છે.

ભગવાનના રથમાં 7 ઘોડા
પૂજ્ય સૂર્ય ભગવાનના રથમાં 7 ઘોડા છે, અને એટલે પણ 7ને શુભ માનવામાં આવે છે.

ઈન્દ્રધનુષના રંગ પણ 7
ઈન્દ્રધનુષના રંગ પણ 7 હોય છે. તેથી જ ઈન્દ્રધનુષને પણ શુભ માનવામાં આવે છે.

7 પગલા
કહેવાય છે કે માત્ર 7 પગલા સાથે ચાલીને માણસ એકબીજાનો સારો મિત્ર બની જાય છે. અને એટલે જ લગ્ન મંડપમાં જ્યારે 7મો ફેરો પૂરો થાય છે ત્યારે વર વધુને કહે છે કે તેઓ જીવનભર એકબીજાના મિત્ર બનીને રહેશે.

7 સ્વર
ભારતીય સૂર પણ 7 છે, જે એકબીજા વગર અધૂરા છે. જ્યારે આ 7 સૂરને અલગ અલગ કરી દેવામાં આવે તો એકનું મહત્વ નથી રહેતુ. અને અવું જ ગૃહસ્થ જીવનનું પણ છે. જો બંને સાથે ચાલે તો જ જીવનની ગાડી બરાબર ચાલે છે.

7 ક્રિયાઓ
શૌચ, દાંત સાફ કરવા, સ્નાન, ધ્યાન, ભોજન, ભજન, અને શયન આ 7 ક્રિયાઓ મનુષ્યના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જીવનને સારી રીતે જીવવા માટે આ 7 નિત્યક્રમ જરૂરી હોય છે અને એટલે પણ 7 નંબરને શુભ માનવામાં આવે છે.

7 લોકોનું સન્માન
શાસ્ત્રોમાં માતા, પિતા, ગુરૂ, ઈશ્વર, સૂર્ય, અગ્નિ અને અતિથિના સન્માનની વાત કરવામાં આવી છે. અને એટલે જ 7 ફેરા અને 7 જન્મની વાત કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
