માં લક્ષ્મી, પૈસા અને ઝાડુ વચ્ચે શું છે કનેક્શન?
ઝાડુ ક્યારેય ઘરના મુખ્ય દરવાજે ન હોવું જોઈએ, આને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.
ઘર એક મંદિર છે. આ મંદિરને સાફ-સૂથરું રાખવું એ આપણી ફરજ છે. ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે ઝાડુ. સ્વચ્છતાની શરૂઆત ઝાડુથી થાય છે અને માતા લક્ષ્મી નું આગમન પણ ત્યાં જ થાય, જ્યાં સ્વચ્છતા હોય. પરિણામે ઝાડુ એક એવું યંત્ર છે, જેનો સીધી રીતે ઉપયોગ કરવાથી ઘરની દરિદ્રતાને દૂર કરી સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે.

ઝાડુને ક્યારેય મુખ્ય દરવાજે ન મુકવું
- ઝાડુને મુખ્ય દરવાજે મૂકવાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ઝાડુને હંમેશા લોકોની નજરમાંથી બચાવી, સંતાડીને રાખવું જોઈએ.
- રસોડામાં ક્યારેય ઝાડુ મૂકવું નહિં, આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઝાડુને દિવસે સંતાડીને રાખવું અને રાત્રે મુખ્ય દરવાજાની સામે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.
એક સાથે 3 ઝાડુ ખરીદવા
- ઝાડુ જ્યારે પણ ખરીદવા જાઓ ત્યારે હંમેશા યાદ રાખવું કે, 3 ઝાડુ એક સાથે લેવા. ગુરૂવારના દિવસે ઘરમાં પોતુ કરવું નહિં. એવું મનાય છે કે તેનાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
- પોતુ કરતી વખતે પાણીમાં મીઠું જરૂર નાખવું, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.
બેડરૂમમાં ઝાડુ ન મૂકવું
- ભૂલથી પણ તમારા બેડરૂમમાં ઝાડુ ન મુકવું, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થાય છે. ઝાડુને ક્યારેય ઊભુ ન રાખવું, કારણ કે એવું માનવામાં આવે છે કે ઊભુ ઝાડુ જોવાથી અપશુકન થાય છે.
કોઈ વ્યક્તિ કે પ્રાણીને ક્યારેય ઝાડુથી ન મારવુ
- કોઈ વ્યક્તિ કે જનાવરને ઝાડુથી મારવું અપશુકનની શ્રેણીમાં આવે છે. ઝાડુ પર ભૂલથી પણ ક્યારેય પગ ન મૂકવો. આમ કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે.
- જો ઘરની મુખ્ય વ્યક્તિ કામથી બહાર નીકળતી હોય, ત્યાર બાદ તરત ઝાડુ લગાવવું નહિં, આમ કરવાથી તમારા બનતા કામ પણ બગડે છે.
સૂર્ય આથમ્યા બાદ ઝાડુ ન લગાવવું
- સૂર્ય આથમ્યા બાદ ઘરમાં ઝાડુ લગાવવું અશુભ મનાય છે. જો ઝાડુ તૂટી ગયું હોય તો તેને ફેંકી દેવું, તૂટેલા ઝાડુથી વાળવું દરિદ્રતા તરફ લઈ જાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
