રાશિ ઘ્વારા જાણો તમારા ડ્રેસિંગ સેન્સ વિશે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ 12 રાશિ હોય છે. આ રાશિ તમારા ગ્રહ અને નક્ષત્રની સાથે સાથે તમારી પર્સનાલિટી સાથે પણ જોડાયેલી હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ 12 રાશિ હોય છે. આ રાશિ તમારા ગ્રહ અને નક્ષત્રની સાથે સાથે તમારી પર્સનાલિટી સાથે પણ જોડાયેલી હોય છે. જે તમારી પર્સનાલિટી વિશે બધું જ જણાવે છે. ડ્રેસિંગ પણ તમારી પર્સનાલિટીનો મુખ્ય ભાગ છે. કોઈને એલિગન્ટ તો કોઈને સોબર ડ્રેસિંગ પસંદ હોય છે. કોઈ પોતાના વોર્ડરોબમાં એક્સપેરિમેન્ટ કરતું હોય છે. રાશિ પ્રમાણે ચાલો જાણીએ કેવી છે તમારી ડ્રેસિંગ સ્ટાઈલ?
આ પણ વાંચો: આ 4 રાશિના લોકો પર રહે છે માઁ લક્ષ્મી મહેરબાન, નથી હોતો તેમની પાસે ધનનો અભાવ

મેષ
મેષ રાશિના જાતકોને ભીડ કરતા અલગ ફેશન કરવી ગમે છે. તેમને નવા ફેશન ટ્રેન્ડ આકર્ષે છે. એટલે માર્કેટમાં જે પણ ન ફેશન આવે તેને આ રાશિના જાતકો તાતકાલિક અપનાવી લે છે. આ રાશિના જાતકોને બ્રાઈટ રંગ ગમે છે. ફીકા અને મેલા રંગથી તેઓ દૂર રહે છે. ખાસ કરીને તેમને ગુલાબી, લા અને ભૂરા રંગ ખૂબ જ ગમે છે.

વૃષભ
વૃષભ રાશિના જાતકો ફેશન કરતા વધુ ધ્યાન કમ્ફર્ટેબલ ડ્રેસ પહેરવામાં આપે છે. તેમના માટે કપડા સોફ્ટ હોવા જરૂરી છે, જેને પહેરવાથી તેમને શાંતિનો અહેસાસ થાય. આવા કપડા ફેશનમાં હોય કે ના હોય તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમને સ્ટાઈલથી વધુ કમ્ફર્ટેબર રહેવું પસંદ છે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોને જુદી જુદી જાતના કપડાથી પોતાનો વોર્ડરોબ ભરવો સારો લાગે છે, પછી તે ટ્રેન્ડિંગ ભલે ન હોય. આ રાશિના જાતકોને એ કપડા પહેરવા ગમે છે, જે તેમને સૂટ કરતા હોય. મિથુન રાશિના જાતકોને માર્કેટમાંથી ખાલી હાથે પાછા આવવું બિલકુલ પસંદ નથી. આ રાશિના જાતકો એ જ સ્ટોરમાં જાય છે, જે સૌથી અલગ હોય.

કર્ક રાશિ
આ રાશિના જાતકો પોતાના કપડાને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેમને પોતાના કપડા શૅર કરવા નથી ગમતા. તેઓ પોતાના કપડા સાથે લાગણીથી જોડાયેલા હોય છે. બાકી ડ્રેસિંગની વાત કરીએ તો ટ્રેન્ડિંગ ડ્રેસિઝની સાથે સાથે કર્ક રાશિના જાતકોને જોવામાં જે ગમે તે બધું જ તેઓ ખરીદી લે છે.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને કપડા સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પસંદ નથી. તેમને એડજસ્ટમેન્ટ બિલકુલ પસંદ નથી. આ રાશિના લોકો એવા કપડા પસંદં કરે છે, જે ક્વોલિટીમાં સારા હોય, પહેર્યા બાદ આરામ દાયક હોય અને ફેશનમાં પણ હોય. સિંહ રાશિના જાતકોને ઓછી વસ્તુઓ પસંદ જ નથી. તેઓ બ્રાન્ડેડ કપડા જ પહેરે છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો ખૂબ જ સમજદાર હોય છે, તેઓ એવા કપડા પહેરે છે, જે લાંબા ચાલે અને વારંવાર પહેરી શકાય. આ રાશિના લોકોનો કપડાનો ટેસ્ટ સારો હોય છે. કન્યા રાશિના જાતકો 2-3 જુદા જુદા ડ્રેસને ભેગા કરી એક સારો ડ્રેસ બનાવવામાં માહેર હોય છે.

તુલા રાશિ
પોતાના તુલનાત્મક સ્વભાવની જેમ જઆ રાશિના લોકોને માથાથી પગ સુધી બધું જ સરખું પસંદ જોઈએ છે. ડ્રેસની સાથે શું મેચ કરશે, કેવી એક્સેસરીઝ લેવી અને જૂતા કેવા હોય તે જરૂરી છે. તેમને આછા રંગ ખૂબ ગમે છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને કપડાની સાથે એટ્રેક્શન પણ ગમે છે, એટલે શોપિંગ કરતા સમયે તેમનું ધ્યાન કપડાના ડિટેઈલિંગ પર હોય છે. વૃશ્ચિક રાશિના જાતકોને ફેશન ફોલો કરવી ગમે છે. સાથે જ ભીડથી અલગ પહેરવાનો પણ મને શોખ હોય છે. તેમને બસ એક જ વાતની ચિંતા હોય છે કે, તેઓ જે પહેરે તે બધા કરતા અલગ દેખાય, ખાસ કરીને મહિલાઓમાં તમને આ ખૂબી જરૂ દેખાશે.

ધન
ધન રાશિના લોકો કપડા ખરીદતા સમયે એલિગેન્સી જોવે છે. તેમને એલિગેન્ટ કપડા ખૂબ જ ગમે છે. પબ્લિક પ્લેસમાં અસહજ લાગે તેવા કપડા તેમને પસંદ નથી. આ રાશિના લોકોને ક્લાસી દેખાવું ગમે છે.

મકર રાશિ
મકર રાશિના લોકોની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ કોમન હોય છે, તેમને ડ્રેસિંગ સાથે પ્રયોગ કરવા પસંદ નથી. તમને આ રાશિના જાતકોના કપડામાં ખાસ ફરક પણ નહીં દેખાય. આ રાશિના જાતકોને તમામ પ્રકારના રંગ પસંદ છે, પરંતુ તેઓ આછા કલર વધુ પસંદ કરે છે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો કપડા મામલે ક્રિએટિવ હોય છે. તેઓ પોતાની કળા દ્વારા દરેક સામાન્ય વસ્તુને ખાસ બનાવી દે છે. તેમના કપડાની વાત કરીએ તો તેઓ કપડામાં પણ પ્રયોગ કરવાનું પસંદ કરે છે. તેમને ડ્રેસિંગનું નોલેજ વધુ હોય છે.

મીન રાશિ
આ રાશિના જાતકો બ્રાન્ડેડ કપડાના શોખીન હોય છે. તેમને ફેશનની સમજ પડે છે. આ રાશિના જાતકોને કલરફુલ કપડા ગમે છે. તેમને કપડામાં વેરાયટીઝ પસંદ હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
