સપનામાં સાંપનું દેખાવું શુભ કે અશુભ, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર.
'સ્વપ્ન' એક એવો વિષય છે જેના પર જેટલું પણ લખાય તેટલું ઓછુ છે. આ વિષય પર અનેક સંશોધનો થયા છે પણ અત્યાર સુધી કોઈ પણ સ્ટડી સ્વપ્નની યોગ્ય વ્યાખ્યા કરી શકી નથી.
'સ્વપ્ન' એક એવો વિષય છે જેના પર જેટલું પણ લખાય તેટલું ઓછુ છે. આ વિષય પર અનેક સંશોધનો થયા છે પણ અત્યાર સુધી કોઈ પણ સ્ટડી સ્વપ્નની યોગ્ય વ્યાખ્યા કરી શકી નથી. ઉંઘમાં જોયેલા સોહામણા સ્વપ્ન શા માટે આવે છે આ વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. વૈજ્ઞાનિકો જણાવે છે કે, સપના વ્યકિતની દબાયેલી ઈચ્છાઓ અને વિચારોનું પ્રતિક છે. તો ધર્મ અને જ્યોતિષો તેને કંઈક જુદી રીતે જણાવે છે. ક્યારેક વ્યકિત પોતાના સપનાથી ખુશ હોય છે તો ક્યારેક તે ચિંતામાં પણ હોય છે. સપનામાં દેખાયેલી વસ્તુઓ વિશે તે વિચારવા લાગે છે. તેમાં ખાસ જ્યારે સપનામાં સાંપના દર્શન થાય તો વ્યકિત હેરાન થઈ જાય છે. કેટલાક લોકો સર્પનું દેખાવું શુભ ગણે છે જ્યારે કેટલાક તેને અશુભ સંકેત માને છે.

શુભ-અશુભ
જ્યોતિષો પ્રમાણે જ્યારે જીવનમાં રાહુના એંધાણ હોય ત્યારે સપનામાં સાંપ દેખાતા હોવાનું કહે છે અને તે શુભ છે. જ્યારે કેટલાક પુસ્તકોમાં સાંપનું દેખાવું અશુભ પણ મનાય છે.

હરતો-ફરતો સાંપ દેખાય તો...
જો કે સપનામાં સાંપ કયા રૂપે દેખાય છે, તેના પર આધાર રાખે છે કે તે શુભ છે કે અશુભ. સામાન્ય રીતે જો તમને સાંપને ચાલતા ફરતા જુઓ તો કહેવાય છે કે વ્યકિતને ધનલાભ થશે.

સાંપ કરડે તો..
સપનામાં જો સાંપ કરડે છે તો તે ચિંતાનો વિષય છે. તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં તમે કોઈ મોટી બિમારીથી પિડાઈ શકો છો. તમને કોઈ બિમારી થઈ શકે છે.

કાળો નાગ દેખાય તો..
જો તમને સપનામાં કાળો નાગ દેખાય તો તેનો અર્થ એ છે કે, વ્યકિતને સન્માન પ્રાપ્ત થશે અને જો તમે જોડીમાં સાંપ જુઓ તો તમને પ્રેમની પ્રાપ્તિ થવાની છે.

સપનામાં સાંપ દોડાવે તો..
જો સપનામાં સાંપ તમને દોડાઈ રહ્યા છે તો સમજી લેજો કે અસલ જીવનમાં તમે કોઈનાથી ડરો છો, જેનું સમાધાન કરવું જરૂરી છે.

મરેલો સાંપ દેખાય તો...
જો સપનામાં મરેલો સાંપ દેખાય તો તેનો અર્થ એ છે કે, તમારી તમામ મુશ્કેલીઓ ખતમ થવાની છે.

લાંબો કાળો સાંપ દેખાય તો..
જો સપનામાં તમને લાંબો કાળો સાંપ દેખાય તો સમજી લેજો કે, તમારી યૌન ઈચ્છા ચરમસીમાએ છે. જો સ્વપ્નમાં સાંપના દાંત દેખાય તો તે નજીકના સંબંધિ કે મિત્ર દ્વારા તમને હાનિ થવાની શક્યતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
