Vastu Tips: આ વાસ્તુ ટિપ્સથી દૂર થશે ઘરની નેગેટિવ એનર્જી, નહીં થાય ઝગડા
Vastu Tips: વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાકત્મક ઉર્જાનો વાસ થાય છે. જે કારણે ઘરમાં ઝગડા અને અનિચ્છનીય ઘટનાઓ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને ઓફિસ માટે વાસ્તુ અંગેના નિયમો જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા ઉપાય દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. આ સાથે ઘરમાં ઝગડા અને ક્લેશમાંથી છૂટકારો મળે છે. આ સાથે ઘણા લાભ થાય છે.
જો તમારા ઘરમાં અચાનક ઝઘડા અને ક્લેશની સ્થિતિ શરૂ થઈ ગઈ હોય, તો તેનું કારણ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. આવા સમયે નકારાત્મક ઉર્જા વધવાનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે.
ઘણી વખત જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોને કારણે પણ વાસ્તુદોષ ઉદ્ભવી શકે છે. આવી સ્થિતિમાં આપણે આ અહેવાલમાં જાણીશું કે, તમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.
કરો આ વાસ્તુ ઉપાય - વધતી નકારાત્મકતાને કારણે પરિવારમાં ઝઘડા અને ક્લેશ વધવા લાગે છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવા માટે, વ્યક્તિએ દરરોજ પાણીમાં થોડું મીઠું ઉમેરીને ઘરમાં પોતું કરવું જોઈએ.

આમ કરવાથી ધીરે-ધીરે નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે, અને ઘરેલું વિખવાદની પરિસ્થિતિમાંથી મુક્તિ મળવા લાગે છે.
સકારાત્મક ઉર્જા વધશે - હળદરને પાણીમાં ભેળવીને સવારે ઘરના મુખ્ય દ્વાર પર છાંટવી અને સ્વસ્તિક બનાવવું જોઈએ.
આ સાથે સવારે અને સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આવા સમયે તમે નકારાત્મકતા દૂર કરવા માટે ઘરમાં ગંગા જળનો છંટકાવ પણ કરી શકો છો.
આ બાબતોનું રાખો ધ્યાન - ઘરમાં બિનજરૂરી વસ્તુઓ કે જંક વગેરે એકત્ર ન કરવું જોઈએ. આ સાથે જ ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ખાસ કરીને મુખ્ય દ્વાર પર, કારણ કે અહીંથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ સાથે મંગળવાર અને શનિવારે ધૂપ અને ગુગળ સળગાવવાથી તમે સારું પરિણામ મેળવી શકો છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
