Vastu Tips: બાથરુમમાં આ વસ્તુઓથી લાગે છે વાસ્તુદોષ, પાણીની જેમ વહી જશે પૈસા
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાથરૂમની કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દરેક જગ્યા મહત્વપૂર્ણ છે અને તેના માટે કેટલાક નિયમો છે. એ જ રીતે બાથરૂમનુ પણ વાસ્તુમાં વિશેષ સ્થાન છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ચંદ્ર અને વરુણ દેવતાઓ સાથે સંબંધ હોવાનુ માનવામાં આવે છે. વાસ્તુ અને ધર્મ બંનેમાં એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં બાથરૂમ ગંદુ રહેતુ હોય તો આવા ઘરમાંથી ધન-સંપત્તિ અને સમૃદ્ધિ દૂર રહે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાથરૂમની કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

ઉત્પન્ન થાય નેગેટીવ ઉર્જી
ફોટો ન લગાવવો
તમારે તમારા નહાવાની જગ્યા એટલે કે બાથરૂમમાં ભૂલથી પણ ફોટો ન લગાવવો જોઈએ. જ્યારે આવુ થાય ત્યારે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને દોષ વધે છે.
ગેજેટ્સનો ઉપયોગ
ઘણીવાર એવુ જોવા મળે છે કે કેટલાક લોકો બાથ ટબમાં કે ટોયલેટ સીટ પર બેસીને ફોનનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવુ કરતા હોય તો તરત જ બંધ કરી દો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મશીનોને શનિ અને રાહુ સાથે સંબંધિત છે. બાથરૂમમાં તેનો ઉપયોગ કરવાથી શનિ અને રાહુ દોષ લાગે છે.
છોડ
છોડને શુદ્ધતા અને સાત્વિકતા સાથે સંબંધ હોવાનુ માનવામાં આવે છે. એટલા માટે તેમને બાથરૂમમાં મૂકવા યોગ્ય નથી. ખાસ કરીને તેને એટેચ્ડ બાથમાં ભૂલથી પણ ન મૂકવા.
ડોલ આવી ન હોવી જોઈએ
બાથરૂમમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખો અને ડોલ અને મગ ભૂલથી પણ ગંદા ન રહેવા જોઈએ. બાથરૂમમાં હળવા વાદળી રંગની ડોલનો ઉપયોગ કરવો વધુ સારુ રહેશે.

ભૂલથી પણ આવુ ન કરવુ
ચંપલ આવા ન હોવા જોઈએ
કેટલાક લોકો પોતાના ઘરમાં બાથરૂમ માટે ચંપલ અલગ રાખે છે. આમ કરવામાં કંઈ ખોટુ નથી. પરંતુ ધ્યાન રાખો કે આ ચંપલને બાથરૂમની અંદર ન રાખવા જોઈએ અને તે તૂટેલા ન હોવા જોઈએ.
ટોઈલેટ સીટ
તમારા બાથરૂમમાં ટોયલેટ હંમેશા સ્વચ્છ હોવુ જોઈએ. ગંદી ટોઇલેટ સીટ જ્યાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, ત્યાં તેને ખામીયુક્ત પણ ગણવામાં આવે છે.
કપડાને આ રીતે છોડશો નહિ
બાથરૂમમાં ભીના કપડા રાખવા એ ખૂબ જ ખરાબ આદત છે. જેના કારણે વાસ્તુ દોષ રહે છે એટલુ જ નહિ સાથે જ ગ્રહોની સ્થિતિ પણ અશુભ રહે છે.
તૂટેલા વાળ
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ નહાતી વખતે વાળ ધોઈ નાખે છે અને તૂટેલા વાળને ત્યાં જ છોડી દે છે. આવુ કરવુ શાસ્ત્રોમાં દોષ માનવામાં આવે છે. ભૂલથી પણ આવુ ન કરવુ.

ટપકતો નળ પાણીમાં વહેતા પૈસા સમાન
આવો ન હોવો જોઈએ નળ
જો બાથરૂમમાં કોઈ નળ બગડે તો તેને તાત્કાલિક રીપેર કરાવી લેવો જોઈએ. બાથરૂમમાં ટપકતા નળને પાણીમાં વહેતા પૈસા સમાન માનવામાં આવે છે.
બાથરૂમમાં કબાડ
કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ઘરની નકામી વસ્તુઓ અને કબાડ બાથરૂમમાં રાખે છે. બાથરૂમ એ નહાવા માટેની જગ્યા છે અને કચરો રાખવાની જગ્યા નથી. ભૂલથી પણ આ ન કરવુ. આનાથી વાસ્તુદોષ લાગે છે.
તૂટેલો અરીસો
જો તમારા બાથરૂમનો કાચ કોઈ કારણસર તૂટી ગયો હોય તો તેને બદલો અને જો તે ગંદો હોય તો તેને તરત સાફ કરો. ગંદા અથવા તૂટેલા કાચ પણ એક દોષ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
