Vastu tips: ઘરમાં છે લાફિંગ બુદ્ધાની મૂર્તિ, તો જાણી લો આ વાસ્તુ ટિપ્સ
Vastu tips for Laughing Buddha in Gujarati: વાસ્તુશાસ્ત્રમાં ઘર સજાવટ અને ઓફિસ સંબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણુ વિશેષ મહત્વ છે. જેનાથી આપણે જીવનમાં ઘણી મુશ્કેલીથી બચી શકીએ છીએ.
ચાઈનામાં વાસ્તુશાસ્ત્ર જેવું જ એક શાસ્ત્ર છે, જેને ફેંગશુઈ કહેવામાં આવે છે. જો તમારા ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય તો તેના માટે થોડા નિયમો જાણી લેવા જોઈએ. જેથી તમે તેના નકારાત્મક પરિણામોથી બચી શકો.
ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવ્યા છે. ફેંગશૂઈ પ્રમાણે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.
વ્યક્તિની કારકિર્દીમાં પણ પ્રગતિ થવા લાગે છે. આ માટે તમારે સાચી દિશા જાણવાની જરૂર છે, તો જ તમને આ ફાયદાઓ મળી શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં કઈ જગ્યા અને કઈ દિશામાં રાખવી જોઈએ.

ફેંગશુઈ અનુસાર, લાફિંગ બુદ્ધાને હંમેશા ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તમે મુખ્ય પ્રવેશદ્વારની સામે લાફિંગ બુદ્ધાની પ્રતિમા પણ મૂકી શકો છો.
આ દરમિયાન મૂર્તિનું મુખ દરવાજાની સામે હોવું જોઈએ. આ સાથે, તમે બાળકોના સ્ટડી રૂમમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા પણ રાખી શકો છો, તેનાથી બાળકોને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.
આવા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યારેય રસોડામાં, ડાઇનિંગ રૂમમાં કે બેડરૂમમાં ન રાખવી જોઈએ. આ ઉપરાંત લાફિંગ બુદ્ધાની મૂર્તિ પૂજા સ્થાન પર ન રાખવા જોઈએ, ન તો તેમની પૂજા કરવી જોઈએ.
ટોપી પહેરેલા લાફિંગ બુદ્ધાને આનંદ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિના જમણા હાથમાં સોનાની પોટલી પકડી હોય તો તેનાથી સૌભાગ્યમાં વધારો થઈ શકે છે.
આ સાથે જો તમે લાફિંગ બુદ્ધાની પીઠ પર સોનાની થેલીવાળી મૂર્તિ લાવો છો, તો તે સમૃદ્ધિ લાવે છે. તમે ઘરમાં બેઠેલા લાફિંગ બુદ્ધાને પણ રાખી શકો છો, કારણ કે તેને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
