Vastu Tips: ઘરમાં ભૂલથી પણ ન લગાવો પત્થર, આવે છે આ મુસીબતો
પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર ઘરોમાં પત્થર લગાવવાની મંજૂરી નથી આપતુ. જાણો વાસ્તુ ટીપ્સ.
નવી દિલ્લીઃ આજકાલ નવા બનતા ઘરોમાં પત્થર લગાવવાનુ ચલણ વધુ થવા લાગ્યુ છે. એ ભલે મજબૂતી વધારવા અને સુંદરતા માટે લગાવવામાં આવતા હોય પરંતુ પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર ઘરોમાં પત્થર લગાવવાની મંજૂરી નથી આપતુ. વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો કહે છે કે ઘરોમાં પત્થર લગાવવાથી ગૃહ સ્વામીનો નાથ થાય છે અને ઘરમાં હંમેશા અભાવ અને કલેશ રહે છે. પત્થરો માત્ર મંદિર, મઠ અને રાજમહેલોમાં લગાવી શકાય છે. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉદ્દેશ મનુષ્ય અને તેના સંપૂર્ણ પરિવારને સુખ-સમૃદ્ધિથી ભરપૂર સુદીર્ઘ જીવન આપવાનો છે માટે નાની-નાની વાતો વિશે બારીકાઈથી જણાવવામાં આવ્યુ છે.

આવો જાણીએ અમુક નિયમ
- ગૃહ નિર્માણ સામગ્રી વિશે કહેવામાં આવ્યુ છે કે ઈંટ, લોખંડ, પત્થર, માટી અને લાકડુ આ બધી સામગ્રી મકાનમાં નવા જ લગાવવા જોઈએ. એક મકાનમાં ઉપયોગમાં લેવામાં આવેલુ લાકડુ બીજા મકાનમાં લગાવવાથી ગૃહ સ્વામીને ભયંકર પીડા થાય છે.
- મંદિર, મઠ અને રાજમહેલમાં પત્થર લગાવવા શુભ છે પરંતુ ઘરોમાં પત્થર લગાવવા શુભ નથી હોતા. આનાથી ગૃહ સ્વામીનો નાશ થાય છે અને પીડા રહે છે.
- પીપળા, કદંબ, લીમડો, બહેડા, કેરી, પાકર, ગૂલર, અરીઠા, વાટ, આંબલી, બાવળ અને સેમલના વૃક્ષનુ લાકડુ ઘર બનાવાના કામમાં ના લેવુ જોઈએ.
- ઘરની આગળની દિશામાં વડ, પીપળો, સેમલ, પાકર અને ગૂલરનુ વૃક્ષ હોવાથી પીડા અને મૃત્યુથાય છે. દક્ષિણમાં પાકર વૃક્ષ રોગ ઉત્પન્ન કરે છે. ઉત્તરમાં ગૂલર હોવાથી નેત્રરોગ થાય છે. બોર, કેળ, દાડમ, પીપળો અને લીંબુ આ જે ઘરમાં હોય તે ઘરની વૃદ્ધિ થતી નથી.
- ઘરની પાસે કાંટાવાળા, દૂધવાલા અને ફળવાળા વૃક્ષો હાનિ આપે છે.
- ઘરની સીડીઓ, થાંભલા, દરવાજા, બારીઓ વગેરેની ગણતરી ઈંદ્ર-કાળ-રાજા આ ક્રમથી કરો. જો અંતમાં કાળ આવે તો અશુભ સમજવુ જોઈએ.
- દિવસના બીજી અથવા ત્રીજા પહેર જો કોઈ વૃક્ષ, મંદિર વગેરેની છાયા મકાન પર પડે તો તે ઘર નિવાસીઓમાં રોગ ઉત્પન્ન્ન કરે છે.
- એક દીવાલથી મળેલા બે મકાન યમરાજ સમાન હોય છે. આનાથી ગૃહ સ્વામી હંમેશા પીડામાં રહે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
