Valentine Day 2023 : વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને ન આપો આ ગિફ્ટ
Valentine Day 2023 : પ્રેમ કરનારાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. કારણ કે, આ મહિનો ખાસ કરીને પ્રેમ અને રોમાંસ માટે જાણીતો છે. પ્રેમી પંખીડાઓનો તહેવાર વેલેન્ટાઈન ડે આ મહિનામાં 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે.
Valentine Day 2023 : વેલેન્ટાઇનને પ્રેમનો તહેવાર કહેવામાં આવે છે. પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઇન ડેની રાહ આખા વર્ષ દરમિયાન કરે છે. વેલેન્ટાઇન ડે પર પોતાના પ્રેમને પ્રપોઝ કરે છે. આ દિવસને યાદગાર બનાવવા માટે પોતાના લવ વન્સને ગિફ્ટ આપે છે. આવા સમયે આપણે એ જાણી લેવું જોઇએ કે ઘણી વસ્તુ ગિફ્ટ કરવી ન જોઇએ. આ અંગે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

આવી ભેટ સંબંધોમાં મીઠાશને બદલે કડવાશ લાવી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કોઈ ગિફ્ટ આપવા માંગતા હોવ તો સૌથી પહેલા વાસ્તુના નિયમો જાણી લો. આવો જાણીએ વાસ્તુ અનુસાર પાર્ટનરને કેવા પ્રકારની ભેટ ન આપવી જોઈએ.

રૂમાલ અને પેન
વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલ અને પેન ભેટમાં ન આપવી જોઈએ. આ લેનાર અને આપનાર પર નકારાત્મક અસર કરે છે. એવું કહેવાય છે કે,જો તમે તમારા કામ સાથે જોડાયેલી કોઈ વસ્તુ ગિફ્ટ કરો છો, તો તમારે તમારા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ સંબંધોમાં કડવાશ પણ રહે છે.

કાળા કપડાં ગિફ્ટ કરશો નહીં
હિંદુ ધર્મમાં કાળો રંગ અશુભ માનવામાં આવે છે, તેથી કાળા કપડા ક્યારેય કોઈને ભેટમાં ન આપવા જોઈએ. જો કોઈએ તમને આ રંગનાકપડાં ભેટમાં આપ્યા છે, તો તેના કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે ભવિષ્યમાં દુ:ખ અથવા કષ્ટનો સામનો કરવોપડી શકે છે.

શૂઝ
તમારા પાર્ટનરને ભૂલથી પણ શૂઝ ગિફ્ટ ન કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે, ચંપલ અલગ થવાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં,તમારે શૂઝ ગિફ્ટ કરીને અલગતાનો સામનો કરવો પડી શકે છે.

ઘડિયાળ ભેટમાં ન આપો
ઘણીવાર લોકો ઘડિયાળ ગિફ્ટ કરવાને સારો વિકલ્પ માને છે, પરંતુ વાસ્તુ અનુસાર ઘડિયાળ ગિફ્ટ કરવી સારી નથી. આમ કરવાથીવ્યક્તિના જીવનની પ્રગતિ અટકી જાય છે.

અત્તર
તમારા પાર્ટનરને પરફ્યુમ, વાઈન કે જ્યુસ જેવી વસ્તુઓ ભેટ તરીકે આપવાનું ટાળો. વાસ્તુ અનુસાર, આ કરવાથી સંબંધ થોડા સમયમાંબગડે છે અને સંબંધોમાં અંતર આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
