Astro Tips: સફળતા, આરોગ્ય અને નાણાં માટે હળદર કેટલાક અચૂક ટોટકા
જ્યોતિષવિદ્યા મુજબ પીળી હળદર ગ્રહ ગુરુથી સંબંધિત છે અને તેથી પીળી હળદરની મદદથી આપણે ગુરુની શક્તિને વધારી શકીએ છીએ. સફળતા, આરોગ્ય અને નાણાં માટે હળદરના ટોટકા
રસોઈમાં વપરાતી હળદર ઉષ્ણ પ્રકૃતિની, સુગંધિત અને ઉત્તેજક હોય છે. તે વ્યંજનને સ્વાદિષ્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હળદર શક્તિવર્ધક, રોગનાશક, પૂજા-પાઠ, માંગલિક કાર્યો અને તાંત્રિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. જે સામાન્ય રીતે પાંચ પ્રકારની હોય છે. આજે અમે તમને પીળી હળદરના કેટલાક અસરકારક ઉપાયો વિશે જણાવિશું જે તમારા જીવનમાં લાવશે ખુશીઓની રેલમછેલ.

હળદરના ટોટકા
નજર લાગવી
હળદળથી રંગેલા એક પીળા કપડામાં અજમો રાખી પોટલી બનાવી કાળા દોરાથી બાળકના ગળામાં એક દિવસ બાંધી ફરી બીજા દિવસે કોઈ નદીમાં પ્રવાહિત કરી દેવાથી નજર દોષ સમાપ્ત થઈ જાય છે.
પતિનો પ્રેમ
જે સ્ત્રીઓને પોતાના પતિનો પ્રેમ નથી મળતો તેઓ ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો પહેરી એક હળદરની ગાંઠ રાખી ''ऊॅ रत्यै कामदेवायः नमः''ની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરી સાંજના સમયે બેસનથી બનેલી કોઈ વસ્તુ ખાય. આમ કરવાથી તમને પતિનો પ્રેમ મળવા લાગશે.

પીળી હળદરના ટોટકા
આક્મિક ધન પ્રાપ્તિ
કોઈ શુભ સમયે ગણપતિને હળદરની માળા હરિદ્રા વડે ગણપતિ મંત્રની એક માસ સુધી રોજ માળા જાપ કરવાથી આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય છે.
શીઘ્ર વિવાહ
વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો શુક્લપક્ષને ગુરુવારે સવારે સ્નાનથી નિવૃત થઈ સાત પીળી વસ્તુઓ એક કપડામાં બાધી તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરતા ઘરમાં કોઈ સ્થાને મુકી દો. જેને કોઈ જુએ નહિં. વિવાહ થયા બાદ આ બઘી જ સામગ્રીને જળમાં પ્રવાહિત કરી દો.

ખુશીઓની રેલમછેલ
સાસરીમાં પ્રેમ
સ્ત્રીઓને સાસરીમાં પ્રેમ નથી મળતો તેઓ આ ઉપાય જરૂર કરે. 7 આખી હળદરની ગાંઠ, એક પીતળનો ટુકડો, થોડો ગોળ, આ તમામ વસ્તુ કન્યા પોતાના સાસરી જતી વખતે ફેંકી દે તો સાસરીમાં સ્ત્રીને સદા સુરક્ષા અને પ્રેમ મળે છે.
ખોવાયેલી વ્યકિત પાછી ફરે
ચળકાટવાળી લીલા રંગની એક રીલ, લીલો કાગળ, સાબૂત હરિદ્રા, પીપળના મૂળનો એક ટુકડો, આ તમામ વસ્તુઓને ભેળવી ઘરની મુખ્ય વ્યકિત કુવા, જળ કે તળાવમાં નાખી દે તો ખોવાયેલી વ્યકિત પાછી આવી જાય છે.

સફળતા માટેના ટોટકા
નવા મકાનમાં સુખેથી રહેવા
નવા મકાનમાં સુખેથી રહેવા માટે ચાંદીના એક નાગ-નાગીન, ચાંદીનું પતરુ, 5 નાની સોપારી, 7 આખી હળદરની ગાંઠ લઈ તાંબાના લોટામાં પાણી નાખી બધી વસ્તુઓ મુકી દો. ત્યારબાદ તેને ઢાંકી મકાનના પશ્ચિમ ખૂણામાં મુકી દો. મકાનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે.
દારૂ છોડાવા
શુક્લ પક્ષના પહેલા શનિવારે સાંજે દારૂ પીનાર વ્યકિતના હાથથી 11 હળદરની ગાંઠ લઈ દોરો લપેટી વ્યકિતની ઉપરથી 7 વખત ઉતારી જળમાં નાખી દો. આ ઉપાય 8 શનિવાર કરવાથી વ્યકિત દારૂ પીવાનું છોડી દેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
