રોજ ડરામણા સ્વપ્ન આવવાનું કારણ ક્યાંય આ તો નથી ને?
દરેક વ્યકિતને સપના આવે છે, આ તમામ પ્રકારના હોઈ શકે. જે કોઈને હસાવે છે તો કોઈને રડાવે છે. તો કોઈને ખુશ કરી દે છે.
દરેક વ્યકિતને સપના આવે છે, આ તમામ પ્રકારના હોઈ શકે. જે કોઈને હસાવે છે તો કોઈને રડાવે છે. તો કોઈને ખુશ કરી દે છે. પણ શું તમે જાણો છો કે તમને નિયમિત ડારમણા સપના આપવાનું કારણ તમારા ઘરમાં રહેલો વાસ્તુ દોષ હોઈ શકે છે. ખરાબ અને ડરામણા સપના આવવા પાછળ અનેક સ્થિતિઓ જવાબદાર હોય છે. જેમકે, બેડરૂમની દિશા, તમારા સુવાની દિશા, રૂમમાં રહેલી વસ્તુઓ વગેરે. આવો જાણીએ કઈ કઈ સ્થિતિ છે જેને કારણે તમને ખરાબ સપના આવે છે અને તે માટે કયા ઉપાયો કરવા જોઈએ.

સુવાની દિશા
વાસ્તુ અનુસાર મોટાભાગના લોકો જાણે છે કે સુતી વખતે માથુ દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ રાખવા જોઈએ. જો સુતી વખતે તમારુ માથુ બેડરૂમમાં રહેલા વોશરૂમ તરફ છે તો તે ખરાબ સપના આવવાનું પ્રમુખ કારણ છે. તેનાથી વોશરૂમની નેગેટીવ એનર્જી તમારા મસ્તિષ્ક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને તમને બેચેન કરી દે છે.

ઘરનો ભંગાર સામાન નેગેટીવ એનર્જી ફેલાવે છે
આજકાલ ડબલબેડ બોક્સ વાળા આવે છે. જેમાં ઘરનો તમામ સામાન ભરી દેવામાં આવે છે. બેડમાં તમે નકામો તૂટેલો સામાન ઠાંસી ઠાંસીને ભર્યો છે તો તે બેડ પર સુનાર વ્યકિતની ઉંઘ બગાડી શકે છે. નકામી વસ્તુઓનોથી નીકળનારી નેગેટીવ ઉર્જા ઉંઘમાં પણ તમને હેરાન કરે છે અને તેને કારણે ખરાબ સપના આવે છે. જેથી બેડના બોક્સમાં પથારી કે કામની વસ્તુઓ જ ભરવી.

જૂતા-ચંપલ બેડ નીચે ન રાખો
પલંગની નીચે ગંદા જૂતા-ચંપલ મુકવા નહિં. આ નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. અનેક લોકોની ટેવ છે કે તેઓ બહાર જાય છે ત્યારે તે જ જૂતા ચંપલ પહેરીને ઘરમાં પણ ફરે છે અને તેને પોતાના બેડ નીચે ઉતારી દે છે. જૂતા-ચંપલ બડરૂમની બહાર રાખો અને પગ ધોઈ સુવાનું રાખો. તેનાથી ખરાબ સપના આવશે નહિં.

કાર્ટુન પ્રિન્ટ વાળી ચાદર
બાળકોના બેડરૂમ માટે અત્યારે સુંદર સુંદર કાર્ટુન પ્રિન્ટ વાળી બેડશીટ માર્કેટમાં મળે છે. મોટાભાગના બાળકોને તે ગમે છે. જો કે કાર્ટુન પ્રિન્ટવાળી બેડશીટથી બાળકોને ડરામણા સપના આવે છે. તેના કરતા સુંદર ફ્લાવર પ્રિન્ટ કે સાદી પ્લેન કલરની બેડશીટનો ઉપયોગ કરો.

કરો આ ઉપાય
બેડરૂમમાં નિયમિત પાણીમાં મીઠુ નાખી પોતુ કરો. તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે અને તમને ઉંઘ પણ સારી આવશે. શક્ય હોય તો બેડરૂમની બારીએ તુલસીનો છોડ વાવો. તેનાથી પણ ખરાબ સપના આવતા નથી. રાત્રે સુતી વખતે તમારા માથા પાસે પાણીની ભરેલો જગ કે બોટલ રાખો. જેનાથી શુદ્ધ ઉર્જા તમારી આસપાસ જળવાઈ રહેશે અને ખરાબ સપના નહિં આવે. સુતી વખતે તકિયા નીચે કપડામાં બાંધી ઈલાયચી રાખો. તેનાથી ડરામણા સપના નહિં આવે. સુતી વખતે બેડરૂમમાં કપૂર સળગાવો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
