Surya Gochar 2023: 16 જુલાઈએ સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી આ 3 રાશિઓનુ ચમકશે ભાગ્ય, દૂર થશે દુઃખના વાદળ
Surya Gochar 2023: એક ચોક્કસ સમયગાળા પછી, સૂર્ય ભગવાન તેમનુ રાશિ પરિવર્તન કરે છે. એક રાશિમાં લગભગ એક મહિનો વિતાવ્યા બાદ તેઓ બીજી રાશિમાં પ્રવેશ કરે છે.
સૂર્યદેવ ટૂંક સમયમાં જ મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આને કર્ક સંક્રાંતિ કહે છે. સૂર્યનું રાશિ પરિવર્તન 16 જુલાઈના રોજ સવારે 4.59 કલાકે થશે.

સૂર્યનુ રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસર તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. આવો જાણીએ 16 જુલાઈના રોજ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશને કારણે કઈ 3 રાશિઓનો ભાગ્યોદય થવા જઈ રહ્યો છે.
મેષ
મેષ રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનથી મોટો લાભ મળવાની આશા છે. આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે. તમારા માન-સન્માનમાં વધારો થશે. ઓફિસમાં તમને પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે. પારિવારિક વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓને સાનુકૂળ પરિણામ મળશે.
કર્ક
તમારી રાશિમાં સૂર્ય ભગવાનનું ગોચર થવાનું છે. આ રાશિ પરિવર્તનનું સકારાત્મક પરિણામ તમને મળશે. બેરોજગાર લોકોની શોધ સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ, જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તેમને કેટલાક સારા વિકલ્પો મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ દરમિયાન વેપારી લોકોને મોટો સોદો મળી શકે છે. આ રાશિના અવિવાહિતોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે.
તુલા
તુલા રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનનો લાભ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે. વ્યાપારીઓને લાભ થવાની તક મળશે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી તમને નફો મળી શકે છે. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
