સૂર્યદેવ કરવાના છે રાશિ પરિવર્તન, જાણો દરેક રાશિ પર શું થશે અસર

આવો જાણીએ કે 13 ફેબ્રુઆરી, 2022ના રોજ સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી બધી 12 રાશિઓ પર કઈ રીતનો પ્રભાવ પડશે.

નવી દિલ્લીઃ સૂર્યદેવને બધા ગ્રહોના રાજા માનવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય તેમને સમાજમાં માન-સમ્માન મળે છે. પિતા સાથે સંબંધો સારા રહે છે. સાથે જ પોતાનામાં આત્મવિશ્વાસ અને ઉર્જાનો અહેસાસ થાય છે. હાલમાં સૂર્ય દેવ મકર રાશિમાં હાજર છે પરંતુ ટૂંક સમયમાં તે કુંભ રાશિમાં ગોચર કરવાના છે. આવો જાણીએ કે 13 ફેબ્રુઆરી, 2022ના રોજ સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી બધી 12 રાશિઓ પર કઈ રીતનો પ્રભાવ પડશે.

zodiac signs

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. કામકાજના ક્ષેત્રમાં તમે સારુ પ્રદર્શન કરશો. તમારી પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે. વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. આ સમયમાં તમારા ગુણોમાં નિખાર આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને આ સમયમાં સકારાત્મક ફળની પ્રાપ્તિ થવાના આશા છે. ઘણા અટકેલા કાર્યો પૂરા થશે. ઑફિસમાં તમે સારુ પ્રદર્શન કરશો અને સાથી તમારી પ્રશંસા પણ કરશે. લોકો વચ્ચે તમારુ સમ્માન વધશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

મિથુન

આ રાશિના લોકોને વેપારમાં લાભ મળશે. તમારા માટે આ સમય સકારાત્મક રહેશે. નોકરિયાત જાતકોને પણ નવા પ્રોજેક્ટ મળી શકે છે જેને તમે ઘણી જવાબદારી સાથે સંભાળશો.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ સમય ચડાવ-ઉતારથી ભરેલો રહી શકે છે. પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા કિંમતી સામાનનુ ધ્યાન રાખો. તમે માનસિક તણાવને હાવી ન થવા દો અને પોતાના બેસ્ટ પ્રદર્શન પર ફોકસ કરો.

સિંહ

સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશથી સિંહ રાશિના જાતકોએ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં તમને અત્યારે આશા મુજબ પરિણામ નહિ મળી શકે. કરિયર માટે પણ તમે અસમંજસની સ્થિતિનો સામનો કરી શકો છો. તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા

આ સમયમાં તમે પોતાના શત્રુ પર હાવી રહેશો. આ સમય તમારા માટે સકારાત્મકતા લઈને આવશે. નોકરિયાત જાતકોને સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને કોઈ લાભ મળવાની સંભાવના છે.

તુલા

તુલા રાશિના જાતકોને આ ગોચરથી સારો લાભ મળી શકે છે. પૂર્વમાં કરેલા રોકાણથી લાભ થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. કરિયર સાથે જોડાયેલી સારી તકો તમને મળી શકે છે. તમે સ્વયંમાં ઉર્જા અને સકારાત્મકતાનો અનુભવ કરશો.

વૃશ્ચિક

અંગત જીવનમાં અમુક સમસ્યાઓ તમને હેરાન કરી શકે છે. ઑફિસ અને ઘર વચ્ચે તાલમેલ બેસાડવામાં તમને મુશ્કેલી થઈ શકે છે. તમે માનસિક અને ભાવનાત્મક રીતે નબળો અનુભવ કરી શકો છો.

ધન

ધન રાશિના જાતકો પોતાના બધા કામ સરસ પ્લાનિંગ સાથે પૂરા કરશે. આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે જે કામની શરુઆત કરશો તેમાં તમને સફળતા મળશે. કરિયર સાથે જોડાયેલા નિર્ણયો લેવા માટે સારો સમય છે.

મકર

આર્થિક સ્થિતિ કંઈ ખાસ નહિ રહે. પૈસા સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રોકાણથી મનમુજબ લાભ નહિ મળી શકે. ઘરના સભ્યો સાથે કોઈ વાતને લઈને તમારી બોલાચાલી થઈ શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકોએ આ સમયમાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનુ ટાળવુ. તમે યોગ્ય નિર્ણય લેવામાં ખુદને અસમર્થ અનુભવશો. જો કોઈ નિર્ણય લો તો આવનારા સમયમાં તમને નુકશાન થવાની સંભાવના છે.

મીન

મીન રાશિના જાતકો માટે આ સમય ઠીકઠાક રહેવાની આશા છે. પૈસા સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી નહિ આવે પરંતુ અણગમતા ખર્ચાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે નહિતર બજેટ બગડવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X