તમારા ઘરમાં પણ બની રહી છે કીડીઓની લાઈન, તો જાણો તેમાં છૂપાયેલા શુભ-અશુભ સંકેત
કીડીઓ અને તેમના ચાલવાની દિશા તમારા ઘરના વાસ્તુ સંબંધિત વિશેષ ઘટનાઓ સાથે જોડાયેલા સંકેત આપે છે. તો આવો, જાણીએ આ સંકેત કયા પ્રકારના હોય છે.
નવી દિલ્લીઃ આપણને ગરમી અને વરસાદની ઋતુમાં કીડીઓની લાઈનો ક્યારેકને ક્યારેક તો દેખાય જ છે. શું તમે જાણો છો કે આપણા ઘરોમાં લાઈનમાં ચાલતી આ કીડીઓને વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધ હોય છે અને તે શુભ-અશુભ ઘટનાઓના સંકેત પોતાની ચાલની ગતિવિધિથી આપે છે. અલગ અલગ રંગોની કીડીઓ અને તેમના ચાલવાની દિશા તમારા ઘરના વાસ્તુ સંબંધિત વિશેષ ઘટનાઓ સાથે જોડાયેલા સંકેત આપે છે. તો આવો, જાણીએ આ સંકેત કયા પ્રકારના હોય છે.

ઘરમાં થવાનુ છે કંઈક શુભ
જો તમારા ઘરમાં કોઈ દિવાલ પર કીડીઓ ઉપરની બાજુ લાઈનમાં જતી દેખાય તો તેનો અર્થ થાય છે કે ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની છે અથવા સમૃદ્ધિ મળવાની છે. વળી, કીડીઓ દિવાલથી નીચે આવવી એ અશુભ થવાના સંકેત દર્શાવે છે.

કાળી કીડીઓ હોય છે સુખનો સંકેત
મોટાભાગે ઘરોમાં કાળી કીડીઓ જ દેખાય છે. આ ઘરમાં સુખ તેમજ ધન આવવાના સંકેત આપે છે. ઘણા ઘરોમાં તેને ખાદ્ય સામગ્રી જેવી કે ખાંડ, લોટ વગેરે પણ આપવામાં આવે છે કારણકે તે શુભ હોય છે.

લાલ કીડીઓથી થઈ જાવ સાવધાન
ઘરમાં લાલ કીડીઓ દેખાવી કોઈ અશુભ ઘટના બનવાના સંકેત આપે છે. તે આવનારી મુશ્કેલીઓ, વિવાદ, આર્થિક તંગીને દર્શાવે છે. જો લાલ કીડીઓ મોઢામાં ઈંડુ પકડીને જતી દેખાય તો તે ઘર માટે એક શુભ સંકેત હોય છે.

ચોખાના વાસણનુ કરતા રહો નિરીક્ષણ
જો તમારા ઘરમાં ચોખા રાખવાના વાસણમાંથી કીડીઓ નીકળી રહી હોય તો તે તમારા ઘર માટે સારા સંકેત છે. તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ધન આગમન થવાનુ છે. સાથે જ ઘર અન્નથી ભરેલુ રહેવાનુ છે અને કોઈ આર્થિક તંગી નહિ થાય.

કઈ દિશામાંથી ઘરમાં આવી રહી છે કીડીઓ
વાસ્તવમાં ઘરમાં કાળી કીડીઓનુ આગમન કઈ દિશામાંથી થયુ છે એ પણ અલગ-અલગ સંકેત નિર્ધારિત કરે છે. ઉત્તર અને દક્ષિણ દિશાથી આવતી કીડીઓ ઘરમાં સુખ અને સમૃદ્ધિની વાહક હોય છે. વળી, પૂર્વ દિશાથી આવતી કાળી કીડીઓ કોઈ નકારાત્મક સૂચનાના સંકેત આપે છે અને પશ્ચિમથી કીડીઓ આવે તો તમારી ક્યાંક બહારની યાત્રાના યોગ બનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
