ગ્રહોના આ યોગથી રાતોરાત બદલાશે 4 રાશિવાળાનુ નસીબ, 30 વર્ષ પછી શનિ આપશે શુભ ફળ
આવો જાણીએ કઈ 4 રાશિના જાતકોનુ ભાગ્ય રાતોરાત બદલાઈ જશે.
નવી દિલ્લીઃ હાલમાં મોટા ગ્રહોએ બદલી હોવાથી તેની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળી રહી છે. ગ્રહોના આ પરિવર્તનથી શષ અને માલવ્ય નામના બે મહાન રાજયોગ બની રહ્યા છે. સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં છે, બુધ ગ્રહ પહેલાથી જ અહીં બેઠો હોવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે ભદ્ર યોગ પણ બની રહ્યો છે. શુક્ર પણ વૃષભ રાશિમાં માલવ્ય યોગ રચી રહ્યો છે અને 13 જુલાઈએ મિથુન રાશિમાં ગોચરથી ત્રિગ્રહી યોગ સાથે લક્ષ્મી-નારાયણ યોગ રચાઈ રહ્યો છે. શનિએ પણ 30 વર્ષ પછી તેના મૂળ ત્રિકોણ રાશિમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળની હાજરીને કારણે મેષ રાશિમાં રસપ્રદ યોગ બની રહ્યા છે. ગુરુ મીન રાશિમાં હોવાને કારણે હંસ યોગ બની રહ્યો છે અને શનિ શશ યોગ બનાવી રહ્યા છે. આ કારણથી આ 4 રાશિઓની ગોચર કુંડળીમાં દ્વી મહાપુરુષ રાજ યોગ બનવાથી વિશેષ લાભ થવાનો છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોનુ ભાગ્ય રાતોરાત બદલાઈ જશે.

સિંહ
આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિનુ ગોચર થયુ છે. તેનાથી દુશ્મનોનો પરાજય થશે. સાથે જ શશ અને માલવ્ય બંનેનો રાજયોગ બની રહ્યો છે. આ યોગ અચાનક નાણાકીય લાભ આપશે. તમને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. ન્યાયિક મામલામાં તમને સફળતા મળી શકે છે. વળી, નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

વૃષભ
શનિ આ રાશિના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમારી ગોચર કુંડળીમાં 2 રાજયોગ બનવાને કારણે તમામ કાર્યોમાં અભૂતપૂર્વ સફળતા મળશે. વેપારી લોકોને ફાયદો થશે અને સુવિધાઓનો વિસ્તાર થશે. આ દરમિયાન પરિવારનો સહયોગ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક
શનિ આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. બે રાજયોગ નોકરીમાં સકારાત્મક પરિવર્તન લાવશે. પગાર વધશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને ભૂતકાળના કાર્યોથી લાભ મળી શકે છે.

કુંભ
કુંભ રાશિમાં ગોચર કુંડળીમાં શનિ બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ કારણે લાંબી મુસાફરી કે વિદેશ યાત્રાની સંભાવના છે. કરિયરમાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્યમાં નુકસાન થઈ શકે છે. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. 2 રાજ યોગ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
